શેરબજારમાં આગઝરતી તેજીમાં BSE ની માર્કેટ કેપમાં થયો વધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં આગઝરતી તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં ૩૦૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જેના પગલે બીએસઇની માર્કેટ કપમાં પણ વધારો નોંધાતો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે બીએસઇની માર્કેટ કેપ વધીને ૧,૫૬,૨૫,૩૧૦ કરોડને પાર પહોંચી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહે બીએસઇની માર્કેટ કેપ ૧,૫૫,૨૫,૩૬૪ કરોડ જોવા મળી હતી. આજે શરૂઆતે રિલાયન્સ કંપનીના શેરમાં મજબૂત સુધારાની ચાલના પગલે આ કંપનીના શેરની માર્કેટ કેપ વધીને ૬,૧૪,૬૩૪ કરોડની સપાટીએ જોવા મળી હતી, જ્યારે ટીસીએસની માર્કેટ કેપ વધીને ૬,૧૦,૮૩૯.૬૦ કરોડની સપાટીએ જોવા મળી હતી. એ જ પ્રમાણે એચડીએફસની માર્કેટ કેપ પણ ૫,૧૪,૨૦૪.૨૯ કરોડની સપાટીએ જોવા મળી હતી.

You might also like