મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓનાં સ્ટાઇપેન્ડમાં કરાયો વધારોઃ Dy. CM નીતિન પટેલ

ગાંધીનગરઃ મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓનાં સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, નવા સ્ટાઇપેન્ડથી રાજ્ય સરકારને 70 કરોડનો વધારાનો ચાર્જ પડશે.

દર 3 વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે કે જેની મુદ્દત પૂર્ણ થઇ ગઇ છે. ઇન્ટર્નસ MBBSનું સ્ટાઇપેન્ડ રૂ.10,780થી વધારી 13 હજાર કરવામાં આવ્યું છે. જ્યારે ઇન્ટર્નસ ડેન્ટલનું સ્ટાઇપેન્ડ 9469થી વધારીને 12 હજાર કરવામાં આવ્યું છે.

ઇન્ટર્નસ ફિઝીયોથેરાપીનું સ્ટાઇપેન્ડ 5824થી વધારીને 8 હજાર કરવામાં આવ્યું છે. સુપર સ્પેશિયાલીસ્ટનું પ્રથમ વર્ષનું સ્ટાઇપેન્ડ વધારીને 72 હજાર કરવામાં આવ્યું છે. સુપર સ્પેશિયાલીસ્ટનું ત્રીજા વર્ષનું સ્ટાઇપેન્ડ વધારીને 80 હજાર કરવામાં આવ્યું છે.

મેડિકલ રેસિડેન્ટ ડિપ્લોમાનું પહેલા વર્ષનું સ્ટાઇપેન્ડ 45 હજાર કરી દેવામાં આવ્યું છે. મેડિકલ રેસિડેન્ટ ડિપ્લોમાનું બીજા વર્ષનું સ્ટાઇપેન્ડ 49 હજાર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 5 હજાર વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ તેમજ રેસિડેન્ટ ડોકટરોને સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હોય છે.

You might also like