GST બાદ સોનામાં દાણચોરી વધી

અમદાવાદ: સોનામાં ૧૦ ટકા આયાત ડ્યૂટી છે. એટલું જ નહીં ત્રણ ટકા જીએસટી લાગવામાં આવ્યો છે. ૧૩ ટકા જેટલા ઊંચા ભારણના પગલે જીએસટીના અમલ બાદ સોનામાં દાણચોરી વધી હોવાનું બહાર આવ્યું છે.

જીએફએમએસના રિપોર્ટ મુજબ કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં દેશમાં દાણચોરીના માર્ગે ૧૩૪ ટન સોનું ઘુસાડાયું હોવાનું બહાર આવ્યું છે. જ્વેલર્સ દ્વારા જીએસટી આવ્યા બાદ પણ મોટા પ્રમાણમાં કરચોરી કરાતી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. દાણચોરીના સોનાના ભાવ નીચા હોવાથી તેની જ્વેલરીના ભાવ નીચા હોવાથી વેચાણ વધુ જોવા મળ્યું છે.

You might also like