Categories: India

ડેરા સચ્ચા સૌદાની તપાસ માટે ઈન્કમટેક્સની ટીમ સિરસા પહોંચી

ચંડીગઢ: પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ આજે મંગળવારે ઈન્કમટેક્સ વિભાગની ટીમે રોહતકથી સિરસા સ્થિત ડેરાના હેડક્વાર્ટર પર તપાસની કાર્યવાહી શરૂ કરી છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર દાતારામના નેતૃત્વ હેઠળ ઈન્કમટેક્સના સાત સભ્યની ટીમ ડેરાની સંપત્તિની તપાસ કરશે. આ અગાઉ સીજેએમની મંજૂરી લેવાની રહેશે. આ ટીમમાં વિભાગીય ઈન્સ્પેક્ટર ઉપદેશકુમાર અને સંદીપનો પણ સમાવેશ થાય છે.

બીજી બાજુ રેપ કેસમાં રામ રહીમના જેલમાં ગયા બાદ પંચકુલામાં થયેલી હિંસાની તપાસ કરી રહેલ ‌િસટે આ સંદર્ભમાં ચંડીગઢ પોલીસના એક હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. લાલચંદનો આ પોલીસકર્મી ઈન્ટેલિજન્સ વિભાગમાં તહેનાત છે, સાથે જ આ કેસ સાથે સંકળાયેલ ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ચોમેરથી પૂછપરછ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૫ ઓગસ્ટના રોજ લાલચંદ કોઈ પણ જાતની ડ્યૂટી વગર પંચકુલાની સીબીઆઈ કોર્ટની બહાર તહેનાત હતો. તેના પર એવો આક્ષેપ છે કે તે ડેરા સચ્ચા સૌદાનો અનુયાયી છે. એ િદવસે તેને ખાસ કામ માટે કોર્ટની બહાર ઊભો રાખવામાં આવ્યો હતો. પોલીસને શક છે કે રામ રહીમને ભગાડવાની કોશિશ કરનારી પોલીસકર્મીઓની ટીમમાં તેનો પણ સમાવેશ થાય છે.

આ સાથે જ પોલીસે પંચકુલાની હિંસાના સંદર્ભમાં ડેરાના ગોપાલ બંસલની પણ ધરપકડ કરી છે. તે રાજસ્થાનના હનુમાનગઢનો વતની છે, તેની અંબાલાના નારાયણગઢથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ભટિન્ડાના જંગીરાના ગામની સરનજિતકૌર અને ગુરમીતસિંહની પણ આ કેસમાં ધરપકડ કરી છે. તેમના પર હનીપ્રીતને પોતાના ઘરમાં આશ્રય આપવાનો આરોપ છે.

ગુરમીત રામ રહીમનો બનાવટી પાસપોર્ટ મળ્યો
હરિયાણા પોલીસને ડેરા સચ્ચા સૌદામાંથી જપ્ત કરવામાં આવેલ એક બેગમાંથી ગુરમીત રામ રહીમનો બનાવટી પાસપોર્ટ મળ્યો છે, તેના પરથી એવો નિર્દેશ મળે છે કે તે વિદેશ નાસી જવાની પેરવીમાં હતો. હરિયાણા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ નામ નહીં જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે પોલીસને બેગમાંથી બે પાસપોર્ટ મળ્યા છે, જેમાંથી એક પાસપોર્ટ બનાવટી હતો. બનાવટી પાસપોર્ટની તપાસ માટે સંબંધિત વિભાગને મોકલી આપ્યો છે. આ ઉપરાંત બેગમાંથી કેટલાક દસ્તાવેજો અને ક્રેડિટકાર્ડ પણ મળ્યાં છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago