આવકવેરા રિટર્ન ભરતા સમયે ફરજિયાત આધાર નંબર આપવો પડશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષથી આધારકાર્ડ નંબરને ફરજિયાત આવકવેરા રિટર્ન ભરતા સમયે આપવો પડશે. આધાર નંબર નહીં આપનારનું રિટર્ન બેકાર જઇ શકે છે, એટલું જ નહીં આગામી ૩૧ માર્ચ સુધી તમામ બેન્ક ખાતાંઓ સાથે આધારકાર્ડ નંબરને જોડી દેવા સરકારે અગ્રતાથી કામગીરી હાથ ધરી છે.

આવકવેરા રિટર્ન અને બેન્ક ખાતાંઓને આધાર નંબર સાથે જોડવાની યોજના પર નિર્ણય પાછલા વર્ષે મે મહિનામાં વડા પ્રધાન કાર્યાલયમાં થયેલી એક બેઠકમાં લેવાયો હતો. આ માટે આવકવેરા કાયદામાં જરૂરી ફેરફાર પણ કરવામાં આવશે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ અત્યાર સુધી એક અંદાજ મુજબ ૪૭ કરોડ બેન્ક ખાતાંઓને ૩૮.૫ કરોડ આધાર નંબર સાથે જોડી દેવામાં આવ્યાં છે. હાલ રોજ બે કરોડ ખાતાંને આધારકાર્ડ નંબર સાથે જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. નાણાં વિભાગના જણાવ્યા પ્રમાણે ૩૧ માર્ચ સુધી આ તમામ પ્રક્રિયા પૂરી થઇ જશે. જાણકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ રિટર્નને આધારકાર્ડ નંબર અને બેન્ક ખાતા નંબર સાથે લિન્કઅપ થવાના કારણે આવકવેરા વિભાગને નાણાકીય વ્યવહારની વિગતો સરળતાથી પ્રાપ્ત થઇ જશે.
http://sambhaavnews.com/

You might also like