હવે ઈન્કમટેક્સ રિફંડ 15 દિવસમાં મળશે

નવી દિલ્હી: ઇન્કમટેક્સ કરદાતાઓ માટે હવે રાહતના સમાચાર છે. હવે ઇન્કમટેક્સ રિફંડ રિટર્ન ફાઇલ કર્યાના ૧૫ દિવસમાં જ મળી જશે. અગાઉ ઇન્કમટેક્સ રિફંડ પેમેન્ટમાં સરેરાસ બેથી ત્રણ મહિનાનો સમય લાગતો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ વિભાગને રિફંડ ચૂકવવાની પ્રક્રિયા ઝડપી કરવા જણાવ્યું છે.

ઇન્કમટેક્સ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે જેમનું ઇન્કમટેક્સ રિટર્ન સબમિટ થઇ ગયું છે અને ઇ-વેરિફિકેશન થઇ ગયું છે તેવા લોકોનું રિફંડ ૧૦થી ૧૨ દિવસમાં આવી જાય છે તેથી હવે ઇન્કમટેક્સ વિભાગ રિફંડ ચૂકવવા ઝડપથી કામ કરી રહ્યો છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે જેમનું રિફંડ તૈયાર થઇ જાય છે, પરંતુ ઇ વેરિફિકેશન થતું નથી તેમના રિફંડમાં વિલંભ થવા શક્યતા છે. આથી ઇન્કમટેક્સ કરદાતા પોતાનું ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની સાથેસાથે ઇ વેરિફિકેશન પણ જલ્દી કરાવી લે. જો તમારો ટેક્સ વધુ કપાઇ ગયો હોય તો તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરીને રિફંડ ક્લેઇમ કરી શકો છો.

You might also like