શું તમે IT રિટર્ન નથી ભર્યું, આવકવેરા  વિભાગ કરી શકે છે આ કાર્યવાહી….

નવી દિલ્હી: આવકવેરા વિભાગ નોટબંધી બાદ બેન્કોમાં શંકાસ્પદ નાણાં જમા કરાવનારની વિરુદ્ધમાં ટૂંક સમયમાં નોટિસ ઈશ્યૂ કરશે. સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડના ચેરમેન સુશીલ ચંદ્રએ કહ્યું હતું કે આવકવેરા રિટર્ન દાખલ કરવાનો સમય વીતી ગયો હોવા છતાં એવા લોકો અને એકમો કે જેઓએ ઓપરેશન ક્લીન મની અંતર્ગત પોતાનું ટેક્સનું રિટર્ન ભર્યું ન હતું. સરકારે આ અભિયાન નોટબંધી બાદ કાળાં નાણાંની વિરુદ્ધમાં શરૂ કર્યું હતું.

દરમિયાન આવકવેરા વિભાગે ૩૦ લાખથી વધુની બેનામી સંપત્તિ પર પણ કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે. વિભાગ બેનામી સંપત્તિ વિરોધી ધારા અંતર્ગત ૩૦ લાખથી વધુના પ્રોપર્ટી રજિસ્ટ્રેશનનું ટેક્સ પ્રોફાઇલ સાથે ક્રોસ ચેક કરી રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓપરેશન ક્લીન મની અંતર્ગત સરકાર તમામ પગલાં અગાઉ લઇ ચૂકી છે. તેમણે કહ્યું કે અમે લોકોને રિટર્ન ભરવા માટે પૂરતો સમય આપ્યો છે. રિટર્ન ભરવાનો સમય વીત્યા બાદ પણ મોટી સંખ્યામાં લોકોએ રિટર્ન ભર્યાં નથી. આવકવેરા કાયદાની કલમ-૧૪૨ (૧) અંતર્ગત આવા લોકોને નોટિસ ઈશ્યૂ કરવામાં આવશે.

You might also like