10 વર્ષ જૂના મામલાની ફરીથી તપાસ કરશે ટેક્સ અધિકારીઓ

નવી દિલ્લી: જો સર્ચ ઓપરેશનમાં કોઈ વ્યક્તિ પાસે 50 લાખ રૂપિયાથી વધુ બિનજાહેર સંપત્તિ અથવા આવક મળી આવશે, તો 10 વર્ષ જૂનો મામલો પણ ફરીથી ખોલવામાં આવશે. હમણાં આઈટી અધિકારી 6 વર્ષ જૂના મામલાની તપાસ કરી શકે છે.

ફાઇનાન્સ બિસ, 2017માં મેમોરેન્ડમ પ્રમાણે ઇન્કમ ટેક્સ એક્ટમાં પરિવર્તન 1 એપ્રિલ, 2017થી લાગુ થઈ જશે. એનો અર્થ થાય કે બિનજાહેર સંપત્તિ અથવા આવક રાખનારી વ્યક્તિઓ સામે ટેક્સ અધિકારીઓ 2007 સુધી મામલો નોંધી ફરીથી તપાસ શરૂ કરી શકે છે. આ સિવાય મોટા ટ્રાન્જેક્શન પણ 10 વર્ષ જૂના મામલાની તપાસ કરી શકે છે.

સંશોધિત ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે જો સર્ચ અથવા બિલ ઓપરેશનમાં કોઈ વ્યક્તિ સામે અઘોષિત સંપત્તિ રાખવાનો પુરાવો મળે છે તો તેની સામે ટેક્સ ઉલ્લંઘનની તપાસ કરવામાં આવી શકે છે. સંશોધિત કાયદા ટેક્સ અધિકારીઓને એવા લોકોને પાછલા 10 વર્ષ સુધી મામલા સામે નોટિસ જાહેર કરવાનો અધિકાર છે.

You might also like