યૂપીમાં આઝમ સહિત 100થી વધારે નેતાઓની કમાન્ડો સુરક્ષામાં ઘટાડો

લખનઉ: ઉત્તર પ્રદેશમાં નવી સરકરાની રચના બાદ VVIP લોકોની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સત્તામાંથી બહાર નિકળેલા કેટલાક નેતાઓની સુરક્ષામાં કાપ મૂકવામાં આવ્યો છે. ગત સપા સરકારમાં મંત્રી આઝમ ખાનની સુરક્ષામાં Z શ્રેણીથી ઘટાડીને Y શ્રેણી કરી દેવામાં આવી છે. સાથે ભાજપ ધારાસભ્ય વિનય કટિયારની સુરક્ષા Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. યોગી સરકાર સમિતિની બેઠકમાં આ નિરણય લેવામાં આવ્યો છે.

યૂપીમાં સમાજવાદી પાર્ટીની સરકારમાં ધારાસભ્ય રહેલા કેટલાક લોકોની સુરક્ષાને પાછી પણ લઇ લેવામાં આવી છે. પૂર્વ સીએમ અખિલેશ યાદવના કાકા અને પૂર્વ મંત્રી શિવપાલ યાદવની સુરક્ષા Z શ્રેણીથી ઘટાડીને Y શ્રેણીની કરી દેવામાં આવી છે. આટલું જ નહીં પૂર્વ સીએમ અખિલેશ યાદવની પત્ની અને સપા સાંસદ ડિમ્પલ યાદવની સુરક્ષઆ Z થી ઘટાડીને Y શ્રેણી કરી દેવામાં આવી છે. જો કે સૂબાના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, મુલાયમ સિંહ યાદવ અને માયાવતીને મળેલી Z શ્રેણીની સુરક્ષાની યથાવત રાખવામાં આવી છે.

કોઇ રાજકીય અથવા વીઆઇપીને સુરક્ષા આપવનો નિર્ણય જોખમના અંદાજ બાદ થાય છે. કોઇ વીઆઇપીને જોખમ હોવા પર સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની સરકારની જવાબદારી હોય છે. સુરક્ષાની માંગણી કરનાર લોકોને સંભાવિત જોખમ દેખાડીને સરકરાની સમક્ષ આવેદન કરવું પડે છે. એની પર ખાનગી એજન્સીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવે છે. જોખમની પુષ્ટિ થવા પર ગૃહ સચિવ, મહાનિર્દેશક અને મુખ્ય સચિવની એક સમિતિ જોખમ જોઇને નક્કી કરે છે કે કઇ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે.

તમને જણાવી દઇએ કે જે VIP ને Z પ્લસ શ્રેણીની સુરક્ષા મળે છે એની સાથે 36 સુરક્ષાકર્મી અને 10 એનએસજી કમાન્ડો દરેક સમયે તૈનાત રહે છે. તો બીજી બાજુ Z શ્રેણીની સુરક્ષામાં 22 સુરક્ષાકર્મી અને 5 એનએસજી કમાન્ડો હોય છે. Y શ્રેણીમાં 11 કર્મીઓની સાથે 2 કમાન્ડો અને એક્સ શ્રણીમાં પાંચ અથવા બે સુરક્ષાકર્મીઓની તૈનાતી હોય છે.

http://sambhaavnews.com/

You might also like