શાસ્ત્ર પ્રમાણે આ ત્રણ દિવસ ગર્ભધાર માટે નથી શુભ

હિંદુ ધર્મ પ્રમાણે 16 સંસ્કારોમાં એક સંસ્કાર છે ગર્ભધારણ. જેને શાસ્ત્રોમાં જણાવેલા નિયમો અનુસાર ધર્મ પતિ પત્ની પોતાની ભાવી પેઢીના આગમનની યોજના બનાવીને મિલન કરે છે. શાસ્તોરમાં ગર્ભધારણ સંસ્કારમાં મુડન, ઉપનયન, વિવાહની જેમ જ દિવસની તિથિ અને મહૂર્તમાં ગર્ભધારણ કરવાથી ઉત્તમ સંતાન આવે છે. જે પરિવાર અને માતા-પિતાની ઉન્નતી પ્રદાન કરે છે.

શાસ્ત્રમાં ચોક્કસ તિથી, મુહૂર્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની સાથે ગર્ભધારણના શુભા અશુભ યોગો જોડાયેલા છે. શાસ્ત્રો પ્રમાણે મંગળવારના દિવસે ગર્ભધારણ સંસ્કાર અશુભ ગણાય છે. કારણકે આ દિવસનો સ્વામી ક્રૂર ગ્રહ મંગળ છે. આ દિવસે ગર્ભધારણનો મતલબ છે. આવનારૂ બાળક ક્રૂર અને હિંસક પ્રવૃત્તિનું હશે.

શનિવારનો દિવસ પણ શાસ્ત્રો પ્રમાણે ગર્ભધારણ માટે યોગ્ય નથી. આ દિવસનો સ્વામી ગ્રહ શનિ છે. જે આવનારા બાળકને નિરાશાવાદી અને શારીરિક વિકાર આપે છે. રવિવારનો દિવસ પણ ગર્ભધારણ માટે યોગ્ય નથી. રવિવારનો સ્વામી સૂર્ય છે. તે સૂર્યની આરાધનાનો દિવસ છે. ગર્ભધારણ માટેના શુભ દિવસો સોમ, બુધ, ગુરૂ અને શુક્ર ગણવામાં આવે છે. આ ચાર દિવસો શુભ ગ્રહોના સંબંધી છે. જે સંતાનની પ્રાપ્તી ઇચ્છતા લોકોને શુભ ફળ આપી શકે છે.

home

You might also like