અપૂરતી ઊંઘના લીધે વ્યક્તિ ખોટી કબૂલાત કરી શકે છે

આપણે ત્યાં કોઈ પણ ગુનેગાર પાસે સચ્ચાઈ ઓકાવવા માટે મારપીટ અને ઊંઘવા ન દેવાના અખતરા કરાય છે. રિસર્ચરોનું કહેવું છે કે વ્યક્તિ જ્યારે બરાબર ઊંઘી ન હોય અથવા તો તેને પરાણે ઊંઘવા દેવામાં ન આવી હોય ત્યારે તે પોતે કદી ન કર્યો હોય એવો ગુનો પણ પોતાના મથે કબૂલી લઈ શકે છે.

અપૂરતી ઊંઘને કારણે વ્યક્તિની વિચારવાની અને સાચા-ખોટાની સમજણ થોડી બુઠ્ઠી થઈ જાય છે. અમેરિકાની મિશગિન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે જે લોકો સતત ૨૪ કલાકથી વધુ સમયથી જાગતા રહ્યા હોય તેઓ આઠ કલાકની પૂરતી ઊંઘ લઈને બેઠેલા લોકોની સરખામણીએ ઓછા અલર્ટ અને સજાગ હોય છે.

You might also like