ડાયાબિટીસ ધરાવતી મહિલાઓમાં અપૂરતી ઊંઘ બની શકે પ્રાણઘાતક

ઊંઘની સમસ્યા અને બ્લડશુગરમાં વધારો એ સ્ત્રી અને પુરુષ બંનેમાં લગભગ સરખી માત્રામાં જોવા મળે છે. જોકે સ્ત્રીઓમાં ડાયાબિટિસ ધરાવતી સ્ત્રીઓને જો પૂરતી ઊંઘ ન મળે તો એ ઘાતક કોમ્બિનેશન છે. એવું અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે. અપૂરતી, ખલેલવાળી ઊંઘ ધરાવતી મહિલાઓમાં બ્લડશુગરનું લેવલ ખૂબ વધી જઇ શકે છે.

સ્ત્રીઓમાં શુગર વધવાને કારણે સંદેવનાતંત્રની બહેરાશને કારણે થાક અને દુઃખાવો રહ્યા કરે છે. ટાઇપ-ટુ પ્રકારનો ડાયાબિટિસ ધરાવતી મહિલાઓ અપૂરતી ઊંઘ ને કારણે સ્ત્રીઓમાં ગ્લુકોઝનું મેટાબોલિઝમ વધુ ખોરવાય છે, શરીરને જરૂરી એનર્જી મળતી નથી અને લોહીમાં પડી રહેલો ગ્લુકોઝ વપરાતો નથી.

અમેરિકના તબીબો દ્વારા કરવામાં આવેલ સર્વે કર્યા પછી જણાવ્યું હતું કે  જે સ્ત્રીઓ ડાયાબિટિસ જેવા રોગથી પીડાય છે તેને પૂરતા પ્રમાણમાં ઊંઘની લેવી જોઇએ. જો અપૂરતી ઊંઘ લેવામાં આવે તો તેના માટે પ્રાણઘાતક પણ બની શકે છે. અપૂરતી ઊંઘના કારણે મહિલાઓમાં બ્લડશુગરનું લેવલ ખૂબ વધી શકે છે. જેના કારણે સ્ત્રીઓને થાક અને દુઃખાવો રહ્યા કરે છે.

You might also like