વઢવાણમાં ઘાસના ગોડાઉનમાં લાગી આગ, શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની આશંકા

રાજ્યના સરકારી ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહી છે. ત્યારે હવે વધુ એક સરકારી ગોડાઉનમાં આગ લાગી છે. સુરેદ્રનગરના વઢવાણમાં ઘાસના ગોડાઉનમાં આગ લાગી છે. ધોળી પાળ વિસ્તારમાં આવેલા સરકારી ગોડઉનમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. આ આગ લાગવના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલ ઘાસ બળીને ખાખ થયુ છે.

છેલ્લા ઘણા સમયથી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટના શાપરના મગફળીના ગોડાઉમાં આગ લાગતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા હતા. આ આગ 5 દિવસ બાદ સંપૂર્ણ કાબૂમાં આવી હતી.

આ પહેલા 13 માર્ચના રોજ રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં ભીષણ આગ ભભૂકી હતી. જેમાં બારદાનનો વિપુલ જથ્થો બળીને ખાક થયો હતો.  જ્યારે 2 જાન્યુઆરીના રોજ ગાંધીધામના મીઠીરોહર પાસે સરકારી ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી અને ગોડાઉનમાં સંગ્રહિત અંદાજે 10 કરોડની કિંમતની મગફળીનો બળીને ખાખ થઈ હતી.

You might also like