વેનેઝુએલામાં મોંઘવારીનો દર 10 લાખ ટકા સુધી પહોંચવાનું અનુમાન

કરાકસ: વેનેઝુએલામાં છેલ્લા ચાર વર્ષથી મંદીનો સમય ચાલી રહ્યો છે. મોંઘવારીનો દર ૧૦ લાખ ટકા સુધી પહોંચવાનું અનુમાન છે. હાલની અર્થવ્યવસ્થાને જોતાં ચર્ચો અને પાદરીઓએ એટીએમ કાર્ડથી થતું દાન પણ સ્વીકારવાની જાહેરાત કરી છે. પહેલાં ચર્ચ દાન પેેટીઓમાં નાખેલા પૈસા જ સ્વીકારતા હતા.

વેનેઝુએલામાં લોકોને લગભગ રૂ.૧૦પ પગાર મળી રહ્યો છે. લોકોનાં બેન્ક ખાતાંમાં પૈસા રહ્યા નથી. ઘણા લોકો કંગાળ થઇ ચૂકયા છે. પ૮ વર્ષની એક એકાઉન્ટન્ટ ગ્લેડીસ એન્જલ કહે છે કે મારી પાસેે માત્ર બસનાં ભાડાં માટે કેશ બચી છે. લોકોને આશીર્વાદ આપતાં પહેલાં એક ચર્ચના ફાધર અલીરિયો સુવારેજ અપીલ કરે છે કે દાન આપવા માટે પીઓએસ મશીનનો ઉપયોગ કરે. પીઓએસને લોકો પેમેન્ટ ટર્મિનલ ગણાવે છે.

સુઆરેજ કહે છે કે પેમેન્ટ ટર્મિનલ અમને બચાવી રહ્યા નથી, પરંતુ સ્થિતિને થોડી હળવી જરૂર કરી રહ્યા છે. પેમેન્ટ ટર્મિનલથી લોકો દિલ ખોલીને દાન કરી રહ્યા છે.સુવારેજને આશા છે કે રવિવારે તેમના ચર્ચમાં કેશ ૪૦ લાખ બોલિવર્સ (વેનેઝુએલાની કરન્સી) એકઠા થઇ શકે છે. બ્લેક માર્કેટમાં ૪૦ લાખ બોલિવર્સની કિંમત એક ડોલર કરતાં પણ ઓછી છે.

વેનેઝુએલામાં ખાવા-પીવા અને દવાઓની ખાસ્સી કમી છે. પાણી, વીજળી અને વાહન વ્યવહાર જેવી સુવિધાઓ નિષ્ફળ બની રહી છે. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ કાયદાનો નિર્ણય લીધો અને રિ-ડિમોનેટાઇઝેશન કરી દીધું. તેની નિષ્ણાતોએ એમ કહીને ટીકાઓ કરી કે માદુરોએ સમસ્યાના મૂળ સુધી જવાને બદલે ઉપરછલ્લો નિર્ણય લીધો. વેનેઝુએલામાં બેન્ક નોટ એટલી દુર્લભ છે કે તે બ્લેકમાર્કેટમાં તેના મૂલ્યની ત્રણ ગણી કિંમત પર મળે છે.

You might also like