વડોદરામાં પ્લાસ્ટિકનો 1 હજાર કિલો જથ્થો કરાયો નાશ, વેપારીઓમાં ફફડાટનો માહોલ

વડોદરાઃ સમગ્ર ગુજરાતભરમાં ચાર મહાનગરો સહિત અલગ-અલગ શહેરોમાં રાજ્ય સરકારે પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનાં વપરાશ પર હવે પ્રતિબંધ લાવી રહી છે. ત્યારે મહત્વનું છે કે રાજ્ય સરકારે રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે તત્કાલિક ધોરણે પાણીનાં પાઉચ, પાન-મસાલાનાં પડીકા જેવી પ્લાસ્ટિકની તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દીધેલ છે.

વડોદરા મહાનગરપાલિકાની ટીમે તો આજે પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં પણ દરોડા પાડ્યાં હતાં. નાગરવાડા વિસ્તારમાં અંદાજે 15 જેટલાં સ્થળોએ પર ચેકિંગ હાથ ધર્યું હતું.

આ તપાસમાં તેઓએ બેગ, ગ્લાસ, પાણીનાં પાઉચ સહીતનો પ્લાસ્ટીકનો અનેક મુદ્દામાલ કબ્જે કરીને 1 હજાર કિલો જેટલો જથ્થો નાશ કર્યો હતો અને આવી ચીજવસ્તુઓનાં વેચાણ કરવા અંગેની પણ સૂચના આપી હતી. આ ઉપરાંત રાવપુરા, કોઠી અને નાગરવાડા વિસ્તારમાં પણ મહાનગરપાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીને લઇને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ રાખનાર વેપારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.

You might also like