આ સપ્તાહે રૂ. ૧૧૦૦ કરોડના બે IPO ખૂલી રહ્યા છે

મુંબઇ: દિલીપ બિલ્ડકોમ અને એસપી એપરલ્સ કંપનીના આઇપીઓ આ સપ્તાહથી ખૂલી રહ્યા છે. આ બંને કંપનીઓ આઇપીઓ દ્વારા રૂ. ૧,૧૦૦
કરોડ ઊભા કરવાની યોજના બનાવી રહી છે. દિલીપ બિલ્ડકોમ કંપનીનો આઇપીઓ આજથી ખૂલી રહ્યો છે, જે ત્રણ ઓગસ્ટે બંધ થશે, જ્યારે એસપી એપરલ્સ કંપનીનો આઇપીઓ આવતી કાલે બીજી ઓગસ્ટથી ખૂલશે, જે ચોથી ઓગસ્ટે બંધ થશે.

દિલીપ બિલ્ડકોમ કંપનીના પ્રમોટરોએ કંપનીના શેરની ઇશ્યૂ પ્રાઇસ ૨૧૪થી ૨૧૯ની વચ્ચે રાખી છે. કંપની આઇપીઓ દ્વારા રૂ. ૬૫૪ કરોડ ઊભા કરશે, જ્યારે એસપી એપરલ્સ કંપની આઇપીઓ થકી રૂ. ૪૫૬ કરોડ ઊભા કરશે. કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. ૨૫૮થી રૂ. ૨૬૮ની વચ્ચે રાખી છે.

You might also like