આ ગામમાં પુરુષોને દૂર રાખીને મહિલાઓ આપસમાં કરી લે છે લગ્ન

તમને શું લાગે છે કે માત્ર એક પુરુષ જ એક મહિલા સાથે લગ્ન કરી શકે છે. જો એવું લાગે છે તો આ વિચાર મગજમાંથી નિકાળી દો. એક જગ્યા એવી પણ છે જ્યાં એક મહિલા બીજી મહિલા સાથએ લગ્ન કરે છે.

અમે વાત કરી રહ્યા છે તંજાનિયાના એક ગામની. અહીં રહેનારી બધી મહિલાઓ જ છે જે એક ખાસ પ્રકારની પ્રજાતિ સાથે તાલુક રાખે છે અને આ મહિલાઓ આપસમાં જ લગ્ન કરી લે છે. જો કે આ મહિલાઓ લેસ્બિયન પણ હોતી નથી. હકીકતમાં આની પાછળ બીજું કારણ છે. ચલો જાણીએ શું.

હકીકતમાં આ મહિલાઓ નથી ઇચ્છતી કે કોઇ અન્ય પુરુષ બહારથી આવીને એમના ઘર અથવા સમાજ પર કોઇ પણ પ્રકારનો અધિકાર જમાવે. એ પોતાના ઘર પર પોતાના હક રાખવા ઇચ્છે છે. કારણ કે કોઇ પુરુષ ત્યાં આવી જાય નહી. એવું કહી શકીએ છીએ કે પુરુષવાદી સમાજના વિરોધમાં આ મહિલાઓ આવું કરે છે.

ત્યાંની મહિલાઓનું કહેવું છે કે અમને કોઇ અડકી નહીં શકે. જો કોઇ પુરુષ અમારી પ્રોપર્ટીને છીનવવાની અથવા નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે તો એને સજા આપવામાં આવશે. આ બધો પાવર અમારી પાસે છે. હકીકતમાં અહીંની મહિલાઓ પોતાની જાતને આત્મનિર્ભર બનાવવા માટે અને સંપત્તિનો પૂરો હક પોતાની પાસે રાખવા માટે એક બીજા સાથે લગ્ન કરી લે છે. વર્તમાનમાં આ કાર્યએ પરંપરાનું રૂપ લઇ લીધું છે. અહીંયા કોઇ મર્દ નથી. બધી એક બીજા સાથે લગ્ન કરી લે છે.

http://sambhaavnews.com/

You might also like