તમે ક્યારેય સંતરાથી માર ખાધો છે, જાણો અનોખી પરંપરા વિશે…

સંતરા ખાધા છે તમે,પણ કેવી રીતે? ચોકલેટના રૂપમાં, જ્યુસ, જેલી, સ્ક્વૈશ અને આઈસ્ક્રીમના રૂપમાં જરૂર ખાવાનું પસંદ કરતા હશો પણ સંતરાથી ક્યારેય માર ખાધો છે. તો આ ખેલનો આનંદ ઉઠાવવા એક વાર જરૂર ઈટલી જાઓ. ઈટલીનું ઈવરિયા શહેર પોતાના એક ખાસ તહેવાર માટે પ્રખ્યાત છે. જેનું નામ છે ‘બેટલ ઓપ ઓરેંજ્સ’ ઈટલીને લોકો માટે ફક્ત તહેવાર જ નહી પરંતુ એક પરંપરા છે. કહેવામાં આવે છે, કે આ પરંપરા 12મી સદીમાં શરૂ થઈ હતી.

આ તહેવારમાં ભાગ લેનાર લોકોના સમૂહ બનાવવામાં આવે છે જે એક-બીજા સાથે આ ઓરેંજ્સ ફાઈટમાં લડે છે. લોકો ઈટલીની પારંપરિક વેશભુસામાં એકઠા થાય છે. એક કથાના અનુસાર, 12મી સદીમાં એક સ્થાનીય અનાજ દળવાની ઘંટીવાળાની દીકરી વાયલેટા શહેરના એક દુષ્ટ વ્યક્તિ સાથે લગ્ન કરવાના સામંતશાહી કાયદાથી બંધાયેલી હતી.

ઉલ્લેખનીય છે કે પોતાના આત્મસન્માનને બચાવવા માટે તેણે પોતાના મંગેતરનું માથુ વાઢી લીધુ અને તેના માથાને લઈને શહેરમાં ફરી, જેનાથી તે લોકોને બતાવી શકે કે બુરાઈનો અંત શુ હોય છે? આ રીતે તેણે પોતાના ઈવરીયા શહેરને અત્યાચારોથી મુક્ત કરાવ્યુ. તેને જોઈને શહેરના અન્યુ લોકોમાં હિમ્મત વધી અને તે દિવસથી લોકો વાયલાટાના સન્માનમાં આ તહેવાર મનાવે છે.

વર્ષ 1930ના દશકામાં સ્થાનીય યુવતીઓએ ફુલોની સાથે સંતરાને કાર્નિવલ પરેડમાં ગાડીયો પર ફેંકવાનું શરૂ કર્યુ હતુ. સમય બદલાયો, તો તહેવાર મનાવવાનો અંદાજ પણ બદલાયો. બેન્ડબાજા સાથે યુવાઓની ટોળકી શહેરમાં નીકળે છે. પારંપરિક પહેરવેશ સાથે હાથોમાં સંતરાથી ભરેલી ડોલ સાથે એક-બીજા સાથે લડાઈ માટે તૈયાર રહે છે.

રેફરી અને જજના રૂપમાં કેટલાક વૃદ્ધ હોય છે અને આ ઉત્સવ શરૂ થાય છે. ઘણા પ્રકારના અન્ય કાર્યક્રમનું પણ આયોજન થાય છે. હકીકતમાં હાલના દિવસોમાં આ ઉત્સવમાં બજારની ભાગીદારી વધી ગઈ છે, તો પણ લોકોને આ તહેવારની રાહ જોતા હોય છે, કેમકે આ તહેવારમાં મહિલાઓ નારંગી વડે પોતાના સ્વાભિમાનને લોકોના સામે પ્રદર્શિત કરતી હોય છે.

You might also like