આ 6 દેશોમાં કદી નથી ડૂબતો સૂર્ય, નથી પડતી ક્યારેય રાત

આપણે ક્યારેકને ક્યારેક જરૂર વિચારીએ છીએ કે જો સૂર્ય ન આથમે તો કેટલું સારું થાય. પરંતુ સૂર્ય સામે કોનું ચાલે છે. તે પોતાની મરજીથી ઉગે છે અને અસ્ત થાય છે. પરંતુ દુનિયામાં કેટલીક જગ્યાઓ જરૂર છે જ્યાં સૂર્ય અસ્ત થતો નથી તેમજ રાત થતી નથી. જાણો એવી કઈ કઈ જગ્યાઓ છે.

1. નોર્વે
આ દેશ આર્ક્ટિક સર્કલની અંદર આવે છે. આ દેશને મધ્યરાત્રીનો દેશ પણ કહેવામાં આવે છે. મેથી જુલાઈ વચ્ચે આશરે 76 દિવસો સુધી અહીં સૂર્ય અસ્ત થતો નથી. ચોક્કસ આવો અનુભવ ત્યાં જઈને જરૂર મહેસૂસ કરી શકાય છે.

norrway

2. સ્વીડન
સ્વીડનમાં આશરે 100 દિવસો સુધી સૂર્ય આથમતો નથી. અહીં મેથી ઓગસ્ટ સુધી સૂર્ય નથી ડૂબતો અને જ્યારે આથમે છે તો અડધી રાત્રીએ. ફરી સવારના 4:30 વાગ્યે સૂર્યોદય થાય છે.

swden

3. આઇસલેન્ડ
આઇસલેન્ડ ગ્રેટ બ્રિટેન પછી યૂરોપનો સૌથી મોટો ટાપુ છે. અહીં તમે રાત્રી દરમિયાન પણ સૂર્યનું અજવાળું માણી શકો છો. અહીં 10 મેથી જુલાઈના અંત સુધી સૂર્ય નથી ડૂબતો.

ice

4. કેનેડા
કેનેડા દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે જે વર્ષમાં લાંબા સમય સુધી ઢંકાયેલો રહે છે. જોકે, અહીંના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ગરમીના દિવસોમાં 50 દિવસો સુધી સતત સૂર્ય ચમકે છે.

canada

5. ફિનલેન્ડ
ફિનલેન્ડ હજારો તળાવો અને ટાપુઓથી સજેલો દેશ છે જે બેહદ ખુબસૂરત અને આકર્ષક છે. ગરમીની સીઝનમાં અહી આશરે 73 દિવસો સુધી સૂર્ય પોતાનું અજવાળું વેરતો રહે છે. પર્યટનની દૃષ્ટિએ આ ઘણો આકર્ષક દેશ છે.

fi

6. આલાસ્કા
અહીં મેથી જુલાઈ વચ્ચે સૂર્ય નથી ડૂબતો. આલાસ્કા પોતાના ખૂબસૂરત ગ્લેશિયર માટે જાણીતો દેશ છે. હવે કલ્પના કરી લો કે મેથી લઈને જુલાઈ સુધી બરફને રાત્રીના ચમકતો જોવો કેટલું રોમાંચક બની શકે છે.

You might also like