Categories: Lifestyle

ટેકનિકલ સેક્ટરમાં ભારતીય ભાષાઓનો દબદબો વધ્યો

નવી દિલ્હી: છેલ્લાં કેટલાંય વર્ષમાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં થયેલી પ્રગતિથી સ્માર્ટફોન યુઝર્સને પોતાની ભાષામાં લખવાની સવલત મળી ગઇ છે. ડિજિટલ વર્લ્ડમાં અંગ્રેજીનું આકર્ષણ ટકેલું છે, પરંતુ નવા યુઝર્સ તરફથી માતૃભાષા કે મિક્સ ભાષામાં કન્ટેન્ટની માગ વધી છે. ટેક્ કંપનીઓ જે રીતે આ સ્પેસની ક્ષમતાઓને ડબલ કરવામાં વ્યસ્ત છે તે રીતે કન્ટેન્ટ સાથે જોડાયેલો તેમનો અનુભવ બહેતર બનશે.

કેટીએમજી અને ગૂગલના ૨૦૧૭માં જારી રિપોર્ટ ‘ઇન્ડિયન લેંગ્વેજ ડિફાઇનિંગ ઇન્ડિયા ઇન્ટરનેટ’ના જણાવ્યા મુજબ ૨૦૧૬ દરમિયાન ભારતમાં ૧૭.૫ કરોડ ઇંગ્લિશ યુઝર્સ હતા, જ્યારે ૨૩.૪ કરોડ લોકો બીજી ભારતીય ભાષામાં ઉપલબ્ધ કન્ટેન્ટ વાપરી રહ્યા હતા. ૨૦૨૧ સુધી ભારતીય ભાષામાં કન્ટેન્ટ યુઝ કરનારાઓની સંખ્યા બે ગણી થઇને ૫૩.૬ કરોડ સુધી પહોંચી શકે છે જ્યારે ઇંગ્લિશ યુઝર્સની સંખ્યા ૧૯.૯ કરોડ સુધી પહોંચી શકે છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં દર ૧૦ નવા ઇન્ટરનેટ યુઝર્સમાં નવ લોકલ લેંગ્વેજવાળા હશે. આ અભ્યાસ શહેરી વિસ્તારમાં આઠ વધુ બોલાતી ભારતીય ભાષાના ૭,૦૦૦ શહેરી અને ગ્રામીણ સ્માર્ટફોન યુઝર્સ પર કરાઇ. અભ્યાસ મુજબ ભારતીય ભાષામાં ઇન્ટરનેટ યુઝ કરનારા ૯૯ ટકા યુઝર્સ તેને સ્માર્ટફોન દ્વારા એક્સેસ કરે છે જ્યારે રાષ્ટ્રીય સ્તર પર તે માત્ર ૭૮ ટકા છે. લોકોને સ્માર્ટફોન પર પોતાની બોલીમાં લખવું ગમે છે.

ઇન્ડિયન લેંગ્વેજને સપોર્ટ આપનાર એન્ડ્રોઇઝ બેઝ્ડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ડસ ઓએસ બનાવનારી કંપની ઓએસ લેબ્સ અંગ્રેજીથી અલગ અન્ય ભાષામાં લખાતી સમસ્યાઓને દૂર કરવામાં વ્યસ્ત છે. એન્ડ્રોઇડમાં લેંગ્વેજ સેટિંગ બદલવાનું મુશ્કેલ હોય છે. આખી પ્રોસેસ સાત ક્લિકમાં પૂરી થાય છે. ભારતમાં પાંચમાંથી ચાર સ્માર્ટફોન એન્ડ્રોઇડ બેઝ્ડ છે. દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા હિંદી ત્યારબાદ બાંગ્લા અને પછી તેલુગુ છે.

૨૦૧૭માં ૩૦ કરોડ સ્માર્ટફોન યુઝર્સ હતા તે ૨૦૨૨ સુધી ૪૪ કરોડનો આંકડો પાર કરી શકે છે. હવે ટેક કંપનીઓ માત્ર અંગ્રેજી પર જ નિર્ભર નથી. ભારતમાં ૨૦ કરોડ મન્થલી એક્ટિવ યુઝર્સવાળું વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સને લેંગ્વેજ બદલવાની સુવિધા આપે છે. ૨૦૧૭માં બીજી સૌથી વધુ યુઝ થનારી એપ ફેસબુક રહી, જે ૧૩ ઇન્ડિયન લેંગ્વેજને સપોર્ટ કરે છે.

divyesh

Recent Posts

મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…

1 day ago

17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા

(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…

1 day ago

રોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…

1 day ago

પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…

1 day ago

રાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…

1 day ago

ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…

1 day ago