Suratમાં કોર્પોરેટરનો પુત્ર 15000ની લાંચ લેતા ઝડપાયો

(એજન્સી) અમદાવાદ: સુરતના એક જાગૃત નાગરિક દ્વારા લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોમાં એવા મતલબની ફરિયાદ આપેલ કે વોર્ડ નં.૧૮ ના કોર્પોરેટરના પુત્ર કૃણાલ સોનવાણી પોતાના માતા કે જેઓ કોર્પોરેટર છે તેઓની બીક બતાવી તેઓનુ મકાનનું બાંધકામ તોડી પાડવા ધમકી આપી ૧પ હજારની લાંચની રકમ માંગી હતી.

ફરીયાદીની ફરીયાદ આધારે સુરત ગ્રામ્ય એસીબીના પોલીસ ઇન્સ. બી. કે. વનાર દ્વારા વોર્ડ નં.૧૮ ના કોર્પોરેટરની ઓફિસ સામે જ કોર્પોરેટરના પુત્ર વતી લાંચ લેતા ઓફિસના ઓફિસ બોયને છટકામાં આબાદ ઝડપી લીધા હતા. કોર્પોરેટરની લાંચ રૂશ્વતની વધતી જતી બદી સામે એક નેતાએ કોર્પોરેટરોને આવા કાર્યથી દૂર રહેવા ચેતવણી આપી હતી.

You might also like