સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં CM રૂપાણી રહ્યાં ઉપસ્થિત, કર્ણાવતી નામ રાખવા મુદ્દે આપ્યું આ નિવેદન…

નવા વર્ષને લઈને સર્કિટ હાઉસમાં સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની પત્ની અંજલી રૂપાણી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા. ધારાસભ્ય વલ્લભ કાકડિયા, કૌશિક પટેલ, રમણવોરા, અસિત વોરા અને કલેક્ટર પણ હાજર રહ્યા હતા.. આ કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ કાર્યકર્તાઓને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સવારે અમદાવાદ ખાતે આવેલ ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આગામી વર્ષે પણ અમારી સરકારી બને તેવી માતાજીને પ્રાર્થના કરી.

અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ મામલે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને અમદાવાદનું નામ કાયદાકીય રીતે કર્ણાવતી કઈ રીતે રાખી શકાય તે અંગે આગામી દિવસોમાં પગલા લેવાશે.

You might also like