અમદાવાદ RTOમાં તંત્રની ઢીલી નીતિને કારણે અારસી બુકનો ભરાવો

અમદાવાદ: આરટીઓ લાઇસન્સ રિન્યૂઅલ કે રજિસ્ટ્રેશન, કોઈ ને કોઈ મુદ્દે હંમેશાં વિવાદમાં રહ્યાં છે. એચએસઆરપીના મુદ્દે પણ અનેક વિવાદ થયા હતા. હવે આરસી બુક નહીં મળવાને કારણે હજારો વાહન માલિકો હેરાન-પરેશાન થઈને આરટીઓનાં ચક્કર કાપી રહ્યા છે.

૩૧ ડિસેમ્બરે અારસી બુક માટે જે કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો ત્યારપછી નવી કંપનીને અા કામ સોંપાયું. અા બે વચ્ચેના સમયગાળાને અને જૂની કંપનીઅે હજુ સુધી અારસી બુકો ડિસ્પ્રેઝ નહીં કરી હોવાના કારણે વાહન માલિકો અારસી બુક નહીં મળવાના કારણે પાડાના વાકે પખાલીનો ડામ ભોગવી રહ્યા છે.

આરટીઓમાં અત્યારે ૨૫,૦૦૦ જેટલી આરસી બુક જે તે વાહન માલિકોને મળી નથી. ડિસ્પેચ થયા વગરની આરસી બુકના મામલે નિરાકરણ નહીં આવતાં છેવટે આરટીઓએ જે તે વાહન માલિકને આરસી બુકની અવેજીમાં પ્રમાણપત્ર આપવાનું ચાલુ કર્યું છે. હવે સેન્ટ્રલાઇઝ્ડ પદ્ધતિ અમલી થતાં બુક ન મળવાની ફરિયાદ ઘટવી જોઈએ તેના બદલે તંત્રની ડિસ્પેચ કરવાની ઢીલાશને કારણે આજે પણ સ્માર્ટ આરસી બુકનો ભરાવો અમદાવાદ આરટીઓમાં થઈ રહ્યો છે.

અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ૩૧ ડિસેમ્બરે એક કંપનીનો આરસી બુક ડેટા કરવાનો, પ્રિન્ટ કરવાનો કોન્ટ્રોક્ટ પૂરો થયો. આ કંપની પાસે જે તે સમયે ૨૫,૦૦૦ જેટલી આરસી બુક પેન્ડિંગ હતી. નવી કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો હોવા છતાં જૂની કંપની દ્વારા આ આરસી બુક ડિસ્પેચ કરાઈ નથી, જેના કારણે આજે હજારો વાહન માલિકો હાલાકી ભોગવી રહ્યા છે.

You might also like