આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માત્ર હળવો વરસાદ પડે તેવી આગાહી છે. સુરત, વલસાડ, દમણ, તાપી, અમરેલી, ભાવનગર અને દીવમાં પણ સાંબેલાધાર વરસાદનું અનુમાન છે.

આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને ડાંગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તાપી, દમણ તથા દાદરાનગર અને હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 12, 13 જુલાઈએ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રેના વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો હતો. વલસાડના કેટલાય ભાગો અને ઉમરગામ સહિતના વિસ્તારો જળ બંબાકાર થયો છે.

You might also like