વહેલી સવારે હાર્દિકે કર્યા મા ખોડલના દર્શન

રાજકોટઃ ખોડલધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવા આવી રહ્યાં છે. ત્યારે હાર્દિક પટેલ પણ આજે વહેલી સવારે ખોડલધામ પહોંચ્યો હતો. દર્શન કરીને હાર્દિકે પટેલે કહ્યું કે આ સમાજને એક કરવાનો ઉત્સવ છે. મા ખોડલના ઉત્સવથી આનંદની અનુભૂતી થાય છે.  હાર્દિક વહેલી સવારે દર્શન કરીને નિકળી પણ ગયો છે. કોઇ પણ પ્રકારનો વિવાદ ન સર્જાય તે માટે તે વહેલી સવારે દર્શન કરીને ત્યાંથી નિકળી ગયો છે.

ગઇ કાલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયા બાદ હાર્દિક અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદમાં પાટીદાર સમાજના 5 શહિદ યુવાનોના પરિવારને તે મળ્યો હતો. સાથે જ અન્ય પાટીદાર સમાજના કાર્યકરોને પણ તે આગામી રણનીતી માટે મળ્યો હતો. વહેલી સવારે ખોડલધામ દર્શન કરવાનું હોવાથી રાત્રીના સમયે જ હાર્દિક સૌરાષ્ટ્ર જવા રવાના થયો હતો. જ્યાં તે જસદણના કમળાપુર ગામે રોકાયો હતો અને વહેલી સવારે મા ખોડલના દર્શન કર્યા હતા. જ્યાંથી તે ધોરાજી જવા રવાના થયો  છે. હાર્દિક આજે જેતલસર, મોટી પાનેલી અને રાજકોટમાં અનામત આંદોલન વેળાએ શહિદ થેયલા પાટીદાર યુવાનોના પરિવારને મળશે.

http://sambhaavnews.com/

You might also like