માતાજીના સ્થાનકમાં વૃદ્ધે સગીરા પર દુષ્કર્મ આચરતાં ચોતરફ ફિટકાર

કચ્છના મુંદ્રા નજીક આવેલા ગામમાં વૃદ્ધે ધાર્મિક સ્થાનમાં સગીરા પર દુષ્કર્મ આચરતા ચોતરફ ફિટકારની લાગણી જન્મી છે.  મળતી માહિતી મુજબ આ બનાવની વિગત એવી છે કે મુંદ્રા નજીક આવેલા વાગુરા ગામે રહેતી ૧૧ વર્ષીય એક સગીરાને આ જ ગામનો નવીનગર રામગર નામનો વૃદ્ધ લલચાવી-ફોસલાવી ગામમાં આવેલા લોહાણા જ્ઞાતિના માતાજીના સ્થાનકમાં ખેંચી ગયો હતો જ્યાં સગીરાને ધાકધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાના પગલે ભારે રોષની લાગણી જન્મી છે. પોલીસે નાસી ગયેલ શખસની સઘન શોધખોળ શરૂ કરી છે.

You might also like