તંત્રની ઘોર ઉપેક્ષા: ઐતિહાસિક સરદાર પટેલ ભવનની ઇમારતમાં ઝાડ ઊગ્યાં!

અમદાવાદ: ભારતના લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલે અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના સમયકાળમાં સુધરાઇના પ્રમુખ તરીકે જે ઐતિહાસિક બિલ્ડિંગમાં બિરાજીને અંગ્રેજોને ધ્રુજાવ્યા હતા તે જ બિલ્ડિંગ આજે તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બન્યું છે.

ખમાસા દાણાપીઠ ખાતેના જૂના મ્યુનિસિપલ મુખ્યાલય એવા સરદાર પટેલ ભવનમાં હજુ હમણાં સુધી જ કોર્પોરેશનના મેયર અને કમિશનર સહિતના મહાનુભાવોએ બેસીને શહેરનો વહીવટ સંભાળ્યો હતો તેની દીવાલોમાં આજે ઝાડ ઊગી નીકળ્યા છે. દરરોજ સેંકડો મુલાકાતીઓ આ શરમજનક દૃશ્ય નિહાળે છે, જેમાં કોર્પોરેટરો-અધિકારીઓનો પણ સમાવેશ થાય છે તેમ છતાં કોઇના પેટનું પાણીય હાલતું નથી.

ગત તા.૮ સપ્ટેમ્બર, ર૦૧૭એ અમદાવાદને યુનેસ્કોએ દેશના સૌપ્રથમ વર્લ્ડ હે‌િરટેજ સિટીનો દરજ્જો આપ્યો હતો. આ દરજ્જો મેળવવા મ્યુનિસિપલ કોર્પોરેશને છેક વર્ષ ર૦૧૦થી પ્રયત્ન હાથ ધર્યા હતા. સેપ્ટ પાસે રૂ.૧.પ૦ કરોડથી વધુના ખર્ચે સત્તાવાળાઓએ ડોઝિયર તૈયાર કરીને યુનેસ્કોને પાઠવ્યું હતું. ઐતિહાસિક સરદાર પટેલ ભવનમાં કાર્યરત હે‌િરટેજ વિભાગે આ માટે જહેમત ઉઠાવી હતી.

પરંતુ ફક્ત પોકળ જાહેરાતો અને સૂત્રોમાં સત્તાધીશો માનતા હોઇ હજુ દાયકા પહેલાં અમદાવાદમાં બાર હજારથી વધુ હે‌િરટેજ મકાન અસ્તિત્વમાં હતાં અને કોટ વિસ્તારમાં ક્રાર્યરત બિલ્ડર માફિયાઓના કારણે આજે ફક્ત રર૩૬ હે‌િરટેજ રહેઠાણના મકાન અને ૪૪૯ હે‌િરટેજ સંસ્થાકીય મકાન બાકી બચ્યાં છે. આ શેષ હે‌િરટેજ મકાનોની અસ્મિતા પણ ભયમાં જ છે તેમ છતાં સત્તાવાળાઓ શહેરભરમાં હેરિટેજના બહાને નવા-નવા આયોજનનાં ઢોલ પીટે છે.

પાલડીના સંસ્કાર કેન્દ્ર ખાતે વર્લ્ડ હે‌િરટેજ સિટી મ્યુઝિયમના નિર્માણની આગામી વર્ષ ર૦૧૮-૧૯ના ડ્રાફટ બજેટમાં જાહેરાત થાય છે તે માટે બજેટમાં રૂ.૮ કરોડની ફાળવણી કરાય છે, હે‌િરટેજ ઇમારત, બ્રિજ ઉપર વૈવિધ્યપૂર્ણ કાયમી લાઇ‌િટંગ માટે બજેટમાં રૂ.૧૦ કરોડ ફાળવાય છે, પરંતુ મ્યુનિસિપલ મુખ્યાલયમાં જ ઉપેક્ષિત હાલતમાં પડેલા ઐતિહાસિક સરદાર પટેલ ભવનની દરકાર રખાતી નથી. આ ઐતિહાસિક બિલ્ડિંગમાં રખડતાં કૂતરાંઓ પણ છાશવારે નજરે
પડે છે.

You might also like