ભવિષ્યમાં નબળા હૃદયનાં દરદીઓનાં શરીરમાં લાગશે બે હૃદય

હૃદય કમજોર થઈ ગયું હોય તેમના શરીરમાં બે હૃદય લગાવી શકાય એવી સંભાવના કેટલાક હાર્ટ સજર્યનોએ જતાવી છે. ચેન્નઈના એક હાર્ટ સર્જ્યને બે ડોગીઝના શરીરમાં એક એક વધારાનું હાર્ટ લગાવવાની સર્જરી સફળતાપૂર્વક કરી છે. આ વધારાનું દિલ શ્વાનના પેટમાં લગાવવામાં આવ્યું છે.

જે દરદી સંપૂર્ણપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ફીટ નથી હોતા તેમને માટે ફ્રન્ટિયર લાઈફલાઈન ટીમે સ્ટેન્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી પાસે આ પ્રયોગ કરવાની પરવાનગી માગી છે. ફ્રન્ટિયર લાઈફલાઈન હોસ્પિટલના ચીફનું કહેવું છે કે તેઓ આ ટેકનિક માણસ પર ટ્રાયલ કરીને જોવા માગે છે અને એ માટે સરકાર પાસે રજૂઆત કરવાના છે. ઘણીવાર ડોનેટ થયેલા હાર્ટની ક્ષમતા પણ ઘણી ઓછી હોય છે.

You might also like