Categories: Gujarat

૨૦૧૨ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભાજપ-કોંગ્રેસે કેટલી બેઠક જીતી હતી?…જાણો

અમદાવાદ: આગામી ૯મી ડિસેમ્બર ગુજરાત વિધાનસભાની કુલ ૮૯ બેઠક માટે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટેના ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. હાલમાં જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો માહોલ જોવા મળે છે તેને જોતાં છેલ્લી ચૂંટણીમાં આ બંને મુખ્ય રાજકીય પક્ષની બેઠકોની દૃષ્ટિએ બળાબળ તપાસતાં છેલ્લી ચૂંટણીની પ્રથમ તબક્કાની ૮૭ બેઠક પૈકી કુલ ૬૧ બેઠક પર ભાજપનું ‘કમળ’ ખીલ્યું હતું.

સૌરાષ્ટ્રમાં જીપીપીએ ભાજપને અનેક બેઠક પર હંફાવ્યું હતું તેમાં પણ જૂનાગઢ-જીલ્લાની કેશોદ બેઠક પરથી પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ અને અમરેલી જિલ્લાની ધારી બેઠક પરથી નલિન કોટડિયાએ ફત્તેહ હાંસલ કરીને ભાજપના ગઢમાં મોટા ગાબડાં પાડ્યાં હતાં.

પાટીદાર સમાજના સમર્થનના કારણે ભાજપનો સૌરાષ્ટ્ર સાત જિલ્લાની કુલ ૪૮ બેઠક પૈકી મોટાભાગની બેઠક પરથી સરળતાથી જીત મળતી આવી છે પરંતુ છેલ્લી ચૂંટણીમાં જીપીપીની જોરદાર ટક્કરથી ભાજપના ખાતામાં ૩૧ બેઠક આવી હતી. જ્યારે કોંગ્રેસના પંજામાં ૧પ બેઠક આવી હતી.

જ્યારે દક્ષિણ ગુજરાતના સાત જીલ્લા પૈકી વલસાડ જિલ્લાની કુલ પાંચ બેઠક પૈકી બે બેઠક મેળવીને કોંગ્રેસએ સારું પ્રદર્શન કર્યું હતું. જોકે સુરત જિલ્લાની કુલ ૧૬ બેઠક પૈકી પંદર બેઠક પર ભાજપની જીત થઇ હતી. અલબત્ત આવ્યા હતા ‘પાસ’ના આંદોલનના કારણે આગામી તા.૯ ડિસેમ્બરના મતદાનના દિવસે ભાજપની લોકપ્રિયતા કસોટીના એરણે ચઢશે.

જોકે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી કોંગ્રેસને ફક્ત છ બેઠક મેળવી હતી. જ્યારે ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી જેડીયુ (જનતાદળ)ના છોટુ વસાવા જિત્યા હતા.

અમદાવાદ ગ્રામ્યની પાંચ બેઠક પરથી વીરમગામ, સાણંદ, ધોળકા અને ધંધૂકા એમ કુલ ચાર બેઠક પર પ્રથમ તબક્કા હેઠળ મતદાન થવાનું હોઇ આ ચાર બેઠક પૈકી વર્ષ ર૦૧રની ચૂંટણીમાં ભાજપને બે અને કોંગ્રેસને બે બેઠક મળી હતી જો કે હવે ર૦૧પની ચૂંટણીમાં અગાઉ કોંગ્રેસના સાંસદના કરમશી પટેલ અને વીરમગામના ડો.તેજશ્રીબહેન પટેલ આ બન્ને પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઇ જવાથી અમદાવાદ ગ્રામ્યનું રાજકીય ચિત્ર પણ અમુક અંશે બદલાયું છે.

divyesh

Recent Posts

બાંગ્લાદેશ: ઢાકાની કેમિકલ ફેક્ટરીમાં સિલિન્ડર ફાટતાં ભીષણ આગ: ૭૦નાં મોત

(એજન્સી) ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ચોક બજાર સ્થિત એક ઈમારતમાં સિલિન્ડર ફાટવાથી લાગેલી ભીષણ આગના કારણે ૭૦ લોકોનાં મોત થયાં…

8 mins ago

હિમાચલના હિમસ્ખલનમાં ફસાયેલા જવાનોનો જિંદગી સામે જંગ જારી

(એજન્સી) શિમલા: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભારત-ચીન સરહદે મોટા પાયે હિમસ્ખલન થતાં ભારતીય સેનાના કેટલાય જવાનો ફસાયા છે. ભારત-ચીન બોર્ડર…

9 mins ago

વ્યાજની વસૂલાત માટે યુવકને 31 કલાક ગોંધી રાખી ઢોર માર માર્યો

(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…

22 hours ago

1960 પછી ગુજરાતમાં પ્રથમ વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…

23 hours ago

અમદાવાદમાં AMTS બસથી રોજ એક અકસ્માત

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…

23 hours ago

એસટીના કર્મચારીઓ આજ મધરાતથી હડતાળ પર જશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…

23 hours ago