ગામડી ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં જુગાર રમતા છ ઝડપાયા

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ગામડી ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ વિવેકાનંદનગર પોલીસે કરતાં છ જુગારિયાઓની ધરપકડ કરી છે. ફાર્મ હાઉસનો માલિક છેલ્લા ઘણા સમયથી જુગારધામ ચલાવતો હતો, જેમાં પોલીસે દરોડા પાડીને ૩૬ હજારની રોક્ડ સાથે જુગારીઓની પાંચ જેટલી કાર જપ્ત કરી હતી.

વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એસ અસારીને બાતમી મળી હતી કે ગામડી ગામમાં આવેલ તેજાભાઇ કમાભાઇ ભરવાડના ફાર્મ હાઉસમાં જુગારનો અડ્ડાે ચાલી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે દરોડા પાડતાં ફાર્મ હાઉસમાંથી રઉફ ઝુબેરઅલી કાદરી (રહે, સૈયદવાડી. વટવા), ભરતભાઇ ઇશ્વરભાઇ (રહે, વટવા), મેહુલભાઇ નટવરભાઇ પટેલ (રહે. ગાયત્રી સોસાયટી, વિંઝોલ), કરુણેશભાઇ સત્યનારાયણ પાઠક (રહે, કઠવાડા), જીવણભાઇ દાણાભાઇ ભરવાડ તેમજ ફાર્મ હાઉસના માલિક તેજાભાઇ કમાભાઇ ભરવાડ (રહે, વટવા)ની રંગે હાથ ધરપકડ કરી હતી.

You might also like