ઑનલાઈન બેંકિગ કરતા હોવ તો થઈ જાઓ સાવધાન! 2017માં 25,800 કેસ દાખલ થયા

સરકારે સંસદમાં આ વાતની જાણકારી આપતા કહ્યું છે કે, વર્ષ 2017માં 21 ડિસેમ્બર સુધી ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને ઈન્ટરનેટ બેકિંગથી સંબંધિત 179 કરોડ રૂપિયાના લગભગ 25,800થી વધુ કેસ જાહેર થયા છે.

IT મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં જણાવ્યું કે, ‘ભારતીય રિઝર્વ બેંક તરફથી પ્રદાન કરવામાં આવેલા આંકડા પ્રમાણે
ATM-ક્રેડિટ-ડેબિટ કાર્ડ સંબંધિત છેતરપિંડીના ડિસેમ્બર 2017ના ત્રિમાસિકમાં 10,220 કેસ દાખલ થયા છે.’ તેમના કહ્યા પ્રમાણે, આ છેતરપિંડીમાં સામેલ રકમની માત્રા 111.85 કરોડ રૂપિયા છે. વર્ષ 2017ના માર્ચ ત્રિમાસિકમાં પણ 3,077 કેસ દાખલ થયા હતા.

You might also like