બપોરે લાંબો સમય ઊંઘ ખેંચશો તો ડાયાબિટીસનું જોખમ વધશે

ઘણા લોકોને બપોરના સમયે ઝપકી મારવાની અાદત હોય છે. થોડીક મિનિટો માટે અાંખો બંધ કરીને અારામ કરવા અા પદ્ધતિ સાવ ખરાબ નથી, પણ જો એમાં સમયનું નિયંત્રણ ન રહેતું હોય અને નાની ઝપકી લાંબા કલાકોની ઊંઘમાં ખેંચાઈ જતી હોય તો એ જોખમી છે. જાપાનની યુનિવર્સિટી ઓફ ટોક્યોના રિસર્ચરોએ લગભગ ત્રણ લાખ લોકોની ઊંઘવાની અાદતો અને તેમના મેટાબોલિઝમનો સ્ટડી કર્યો હતો. એમાં નોંધાયું છે કે દિવસના સમયે ૬૦ મિનિટ કે એનાથી વધુ લાંબો સમયની ઊંઘ લેનારાઓમાં દિવસે જરાય ઝપકી ન મારનારાઓ કરતાં ટાઈપ-ટૂ પ્રકારનો ડાયાબિટીસ થવાનું જોખમ ૪૫ ટકા જેટલું વધી જાય છે.

You might also like