Internet સ્પીડની બાબતમાં ભારત પાકિસ્તાન અને શ્રીલંકા કરતાં પણ પાછળ

નવી દિલ્હી: દેશમાં જ્યારે મોબાઇલ ઇન્ટરનેટની વાત થાય છે ત્યારે ચર્ચા 4-G ડેટા સ્પીડથી શરૂ થાય છે, પરંતુ ભારતમાં ઇન્ટરનેટ સ્પીડ માટે બફરિંગની સમસ્યા આજે પણ કોમન છે. દુનિયાના બીજા દેશોમાં ઇન્ટરનેટ યુઝર્સ માટે બફરિંગની સમસ્યા નહિવત છે, પરંતુ આપણા દેશમાં મોબાઇલ યુઝર્સ 4-G યુઝ કરતાં હોવા છતાં ઇન્ટરનેટમાં બફરિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ઇન્ટરનેટ સ્પીડની બાબતમાં આપણો દેશ પાડોશી પાકિસ્તાન, મ્યાનમાર અને શ્રીલંકા કરતાં પણ પાછળ છે. આ દેશોમાં ઇન્ટરનેટની સ્પીડ આપણા દેશની ઇન્ટરનેટની સ્પીડ કરતાં બમણી છે. હાલમાં આપણા દેશમાં 4-G એલટીઇ (લોંગ ટર્મ ઇવોલ્યુશન) સરેરાશ સ્પીડની વાત કરીએ તો તે આજે પણ ૬.૧ એમબીપીએસ પર છે. જ્યારે દુનિયાના બાકી દેશ ઇન્ટરનેટ સ્પીડની બાબતમાં આપણા કરતાં ઘણા આગળ નીકળી ચૂકયા છે.

આપણા દેશમાં ઇન્ટરનેટ સ્પીડની તુલના જો ગ્લોબલ સ્પીડ સાથે કરવામાં આવે તો આપણે વૈશ્વિક રીતે આ બાબતમાં લગભગ એક તૃતીયાંશ પાછળ છીએ. વૈશ્વિક સ્તર પર મોબાઇલ ડેટા સ્પીડની ગ્લોબલ એવરેજ ૧૭ એમબીપીએસ છે. આજે આપણા દેશમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ કંપનીઓ 4-Gથી આગળ વધીને 5-Gની વાત કરતા લાગી છે.

ઘરેલુ બ્રોડબેન્ડ માટે ફાઇબર બેઝડ પર આધારિત કંપનીઓ ભવિષ્યમાં ૧૦૦ એમબીપીએસ સ્પીડ આપવાનો દાવો કરી રહી છે. ડેટાની દુનિયામાં હંમેશાં વ્યસ્ત રહેતા લોકો માટે આ સારા સમાચાર હોઇ શકે છે, પરંતુ સ્પીડની બાબતમાં આપણે શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં પાછળ છીએ તે એક હકીકત છે.

આ દેશો કરતાં આપણી સ્પીડ અડધી પણ નથી. આ દેશ વિકસિત બજારો કરતાં ઘણા પાછળ માવામાં આવે છે, પરંતુ ઇન્ટરનેટ સ્પીડની બાબતમાં ટોચના દેશોની નજીક છે. અમેરિકામાં ઇન્ટરનેટ યુઝર્સને ૧૬.૩૧ એમબીપીએસ, યુકેમાં ર૩.૧૧ એમબીપીએસ અને જાપાનમાં રપ.૩૯ એમબીપીએસની સ્પીડ મળી રહી છે.

અમેરિકાની ઇન્ટરનેટ પ્રોવાઇડ કંપની ઉકલાએ જણાવ્યું કે ભારતમાં ઇન્ટરનેટની ધીમી સ્પીડનું એક કારણ એ પણ છે કે તે ઘણી બધી વસ્તીને ઇન્ટરનેટ સર્વિસ આપી રહ્યું છે. આટલી મોટી ડિમાન્ડના સ્તર પર યુઝર્સને ડેેટા સ્પીડ આપવી એક ચેલેન્જ છે.

divyesh

Recent Posts

કામ કરીને થાકેલા મજૂર 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર ઉપર સૂઈ ગયા

ચીનમાં મજૂરોનું એક ગ્રૂપ ૧૬૦ ફૂટ ઊંચા વીજળીના ટાવર પર સૂતેલું જોવા મળ્યું હતું. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા…

2 days ago

ખુશ રહેવું હોય તો હસો, તેનાથી પોઝિટિવ વિચાર આવે છેઃ રિસર્ચ

ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. એક રિસર્ચમાં દાવો આ દાવો કરાયો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા ૫૦ વર્ષના ડેટાનો…

2 days ago

મહાભારતના નાયક યુધિષ્ઠિર કેમ છે?

આ કોલમમાં મહાભારતનાં માહાત્મ્યની ચર્ચા કર્યા પછી હવેથી આપણે મહાભારતનાં પાને પાને પથરાયેલા ધર્મ તત્વને જાણવાની કોશિશ કરીશું. મહાભારતનાં પાત્રોનો…

2 days ago

બે કરોડથી વધુ લોકો ઈન્કમટેક્સના નિશાન પરઃ 30 જૂન સુધીમાં કાર્યવાહી

ડાયરેક્ટ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થતાં હવે ઇન્કમટેક્સ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ…

2 days ago

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને…

2 days ago

Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં…

2 days ago