હવે ટૂંકમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કમિશન રચવા તખ્તો તૈયાર

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટને લઇને આશાવાદી બનેલી છે. સરકાર સરકારી કંપનીઓમાં વ્યુહાત્મક હિસ્સેદારી વેચાણને આગળ વધારી દેવા માટે હવે ડિસઇન્વેસ્ટમેન્ટ કમીશનની રચના કરનાર છે. તે ક્વાલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ મારફતે આઇડીબીઆઇ બેંકમાં ૨૦-૨૬ ટકા હિસ્સો વેચી દેવાની યોજના ધરાવે છે. કન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન જયંત સિંહા દ્વારા આજે આ મુજબની માહિપી આપવામાં આવી હતી.

તેમણે કહ્યુ છે કે સરકારી કંપનીઓમાં વ્યુહાત્મક વેચાણની પ્રક્રિયાને આગળ વધારવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૬-૧૭માં આ કવાયત યથાવતરીતે આગળ વધશે. પ્રથમ ડિસઇન્વેસ્ટમેન્ટ પંચની રચના વર્ષ ૧૯૯૬માં કરવામાં આવી હતી. ત્યારબાદ બે પેનલો દ્વારા સરકારી કંપનીઓમાં વ્યુહાત્મક વેચાણ કરવાની ભલામણ કરવામાં આવી હતી. સાથે સાથે આંતરમંત્રાલય  સાથે સંબંધિત વિલંબને ટાળવા માટેની ભલામણ કરવામાં આવી હતી. તેની ભલામણોની નોંધ લેવામાં આવી હતી.

તાજેતરના સમયમાં શેરબજારમાં ખુબ પ્રવાહી સ્થિતી હોવાના કારણે સરકાર તેના હિસ્સેદારી વેચાણના કાર્યક્રમ સાથે યોગ્યકરીતે આગળ વધી શકી નથી. સાથે સાથે ટાર્ગેટને પાર પાડવામાં પણ સફળતા મળી નથી.આ પેનલ વર્ષ ૨૦૦૪માં સમેટી લેવામાં આવી હતી. યુપીએ સત્તામાં આવ્યા બાદ પેનલને સમેટી લેવામાં આવી હતી.

વ્યુહાત્મક વેચાણ મારફતે જુદા જુદા વર્ષોમાં નાણાં ઉભા કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૩-૦૪માં હિન્દ ઝિન્કમાં હિસ્સો વેચીને ૩૪૨ કરોડ રૂપિયા ઊભા કરવામાં આવ્યા હતા. સરકાર હવે આઇટીડીસીની માલિકીની આઠ હોટેલોને વેચી દેવાની યોજના ધરાવે છે. આઇડીબીઆઇ બેંકમાં હિસ્સો પણ વેચવા માટે છે. નવી કંપનીઓની ઓળખ પણ કરવામાં આવનાર છે.

You might also like