પુલવામામાં બાદ શોપિયામાં પોલીસ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના કીગામમાં પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું તેના જવાબમાં સુરક્ષા બળોએ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. સુરક્ષા બળોએ તલાશ અભિયાન ચલાવ્યું અને આતંકવાદીઓને તલાશ કરવામાં આવી રહી છે.

આ હુમલો એટલો મોટો ન હતો. ચોકીઓ પરથી દૂરથી ફાયરિંગ કરાયું. જાણકારી મુજબ થોડા રાઉન્ડ ફાયરિંગ કરાયું અને સુરક્ષા દળોએ જવાબ આપતા આતંકવાદી ભાગી ગયા હતા. કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા સાથે આને કોઈ કનેકશન નથી. બંને સ્થળોની વચ્ચે ૬૦થી ૭૦ કિ.મી.નું અંતર છે.

કાશ્મીરના શોપિયામાં અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જે આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું તેની શોધ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અવંતીપુરામાં આતંકી હુમલામાં જે બસને નિશાન બનાવાઈ હતી તેમાં ૪૨ જવાન સવાર હતા. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ બસ પર ફિદાઈન હુમલો કર્યો હતો.

ફિદાઈન હુમલામાં જે ગાડીનો ઉપયોગ કરાયો હતો તેમાં ૨૦૦ કિલો વિસ્ફોટકો ભરેલા હતો. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે પાંચ કિ.મી. સુધી તેનો અવાજ સંભળાયો અને તેના કૂર્ચા ઊડી ગયા હતા. બસ ઉપર હુમલા બાદ આતંકીઓએ ફાયરિંગ પણ કર્યું હતું.

You might also like