જેલમાં આસારામ પાસેથી ૪-જી ફોન મળ્યો?

જોધપુર :  સગીરા પરના બળાત્કાર કેસમાં જોધપુર જેલમાં બંધ આસારામની તલાશી લેતાં તેમની પાસેથી ૪-જી સુવિધાવાળો સ્માર્ટ મોબાઈલ ફોન મળી આવ્યાના સમાચાર છે, જોકે જેલ સત્તાવાળાઓ આ વાતને સમર્થન આપતા નથી.

જોધપુર જેલમાં એક કેદી સાથે મારપીટની ઘટનામાં જેલ સત્તાવાળાઓએ તમામ બેરેકની તલાશી લીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેલમાં બંધ આસારામ પાસે એક આધુનિક ૪-જી સ્માર્ટફોન મળી આવ્યો હતો. જેલ સત્તાવાળાઓ જોકે આ અંગે ચૂપ છે અને કોઈ માહિતી આપવાનો ઈન્કાર કરી રહ્યા છે. જેલ અધીક્ષક આજકાલ બહાર ગયેલા છે.

જોધપુર જેલમાં બેરેકની તલાશી લીધા બાદ જેલના અધિકારીઓની એક ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આસારામને જેલમાં અનેક સુવિધાઓ આપવામાં આવી હોવાના સમાચાર અગાઉ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. આસારામની બેરેકમાંથી ૪-જી સ્માર્ટ ફોન મળી આવવાની ઘટના હાઈ પ્રોફાઈલ હોવાના કારણે સત્તાવાળાઓએ સમર્થન આપવાનો ઈન્કાર કર્યો છે.

You might also like