‘દેશને નીચો દેખાડવાનો મારાે કોઈ ઇરાદો નહોતો’

કોલકાતા: ‘પાકિસ્તાન કરતાં ભારતમાં પાકિસ્તાની ક્રિકેટરને વધુ પ્રેમ મળે છે’ એવા નિવેદનથી તેનાં રાષ્ટ્રના લોકો ગુસ્સે ભરાયા હતા અને પાકિસ્તાનના ક્રિકેટર જાવેદ મિયાંદાદે તેને શરમ કરવાનું કહ્યું હતું.

આફ્રિદીએ પોતાના દેશ પાકિસ્તાનમાં ઊઠેલા વિવાદને શાંત પાડવા કહ્યું હતું કે તે પોતાના રાષ્ટ્રને નીચો દેખાડવા માગતો ન હતો અને ફક્ત ભારતના ક્રિકેટ ચાહકોને માન આપવા પાકિસ્તાની ખેલાડીઓને ભારતમાં રમવાનું બહુ ગમે છે એવો સંદેશો પહોંચાડવા ઈચ્છતો હતો.

You might also like