સંસદના ચોમાસુ સત્રમાં જીઅેસટી બિલ પાસ થશે ખરું?

જ્યારે પણ સંસદનું સત્ર શરૂ થાય છે ત્યારે જીએસટીની વાત જોરશોરથી ચર્ચાવા લાગે છે કે હવે આ બિલ ચોકકસ પસાર થઈ જશે. જીએસટીથી દેશની કર પ્રણાલીને લગતી તમામ સમસ્યા ઉકેલાઈ જશે. આગામી દિવસોમાં સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે સવાલ અે થાય છે કે જીએસટી બિલ આ વખતે સંસદમાં પસાર થઈ શકશે? આ બિલથી કર માળખામાં મોટો સુધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. સરકાર આ બિલને પાસ કરાવવા જરૂરી સહમતિ અને સંખ્યાની નજીક પહોંચી ગઈ છે. અને હવે તેને કાનૂન બનતો કોઈ રોકી નહિ શકે. આમ પણ નાણાં પ્રધાન કહે છે કે જીએસટીથી દેશનો આર્થિક વિકાસ થશે.

હાલ ભારતમાં ઉત્પાદિત થતી કોઈપણ ચીજવસ્તુ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારના ટેકસ લગાવવામાં આવે છે. જેમ કે સેલ્સ ટેકસ, એકસાઈઝ, વેટ વગેરે. તેને અપ્રત્યક્ષ કર પણ કહેવામાં આવે છે. જ્યાં માલનું ઉત્પાદન થાય છે ત્યાં પણ ટેકસ અને બાદમાં વેચાણ માટે માલ જાય તેના પર પણ ટેકસ લેવામાં આવે છે. આમા વેપારીઓને પણ અનેક પ્રકારનાં કાગળની ઝંઝટમાં પડવું પડે છે. જેમાં કેટલીકવાર વેપારીઓને ધંધામા નુકસાન કે ખોટ પણ સહન કરવી પડે છે.

ગાઝિયાબાદમાં મશીન અને મશીનરી પાર્ટ પર રાજ્ય સરકાર ૧૪.૫ ટકા ટેકસ લગાવે છે. આ આઈટમ પર આસપાસના કેટલાંક રાજ્યમાં પાંચથી સાત ટકા જ ટેકસ લેવામાં આવે છે. આવી વિસંગતતાથી ગાઝિયાબાદમાં વેપારીઓને ધંધામાં નુકસાન થાય છે અને ધંધા પર પણ અસર થાય છે. ત્યારે એમ કહી શકાય કે જો તમામ રાજ્યમાં અેક સમાન ટેકસ લેવામાં આવે તો આવા ધંધામાં ચોકકસ પણે તેજી આવી શકે છે. જો જીઅેસટી લાગુ થઈ જશે તો કોઈપણ વસ્તુ માટે અેક જ વાર ટેકસ લાગુ પડશે. અગાઉ જ્યારે વેટ અને સર્વિસટેકસ અમલમાં આવ્યો હતો ત્યારે પણ લોકોને અનેક સ્વપ્નો દેખાડવામાં આવ્યા હતા.

પરંતુ તમામને સાથે રાખી અેક જ કર લેવાય તેમ જીએસટીનો અમલ કરાવવાની વાત થાય છે ત્યારે સપના પણ એેક થઈ ગયા છે. આવા કર માળખાથી ટેકસની આવક પણ વધશે અને દેશના જીડીપીમાં પણ દોઢથી બે ટકાનો વધારો થઈ શકે તેમ છે. હાલ જે વેપાર કે ધંધામાં આવક થાય છે તેનો ચોકકસ રેકોર્ડ રાખવામાં આવતો નહિ હોવાથી જીડીપીનો સાચો અંદાજ કાઢી શકાતો નથી. જીએસટી સાથે સંકળાયેલા જાણકારો કહે છે કે જો કોઈ સેવા આપે છે તે વેપારી અથવા ઉદ્યોગપતિ છે. જો તેમનું વાર્ષિક ટર્નઓવર દસ લાખથી વધુ છે. તો રિટર્ન ફાઈલ કરવી પડે છે.

તેનાથી સરકાર પાસે વધુને વધુ અવાસ્તવિક આંકડા રજુ થશે. અને કરની વસૂલાત પણ વધી જશે. પરંતુ જીએસટી બિલ આવી રહ્યું છે તે અેક ચોકકસ દર અને એક પ્રકારની કર પ્રણાલી છે. ત્યારે સવાલ અે થાય છે કે ખરેખર જીએસટી લાગુ થયા બાદ તમામ ચીજો પર અેક ટેકસ લાગુ પડશે?

સેન્ટલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઈન્ટર જીઅેસટી. નાણાંપ્રધાને પણ તેને આર્થિક અેકીકરણ ગણાવ્યું છે. તો પછી આ ત્રણ પ્રકારના જીએસટીના કારણે હવે વેપારીઓનંુ અેસેસમેન્ટ પણ ત્રણ જગ્યાએ જોવામાં આવશે. અને અગાઉ જેમ ચાલતું હતું તેમ જ ચાલવા લાગશે. વિવેચકોનું માનવુ છેકે અેક જ રિટર્ન ફાઈલ કરવી પડશે. પરંતુ તેની તપાસ ઓછામાં ઓછા બે અથવા ત્રણ અધિકારીઓ કેન્દ્ર અથવા રાજ્ય સ્તરે તેની ચર્ચા કરશે.

ત્યારે એમ પણ કહેવામાં આવે છે કે શું ખરેખર જીએસટીના અમલથી વિવિધ વિભાગના ચકકર કાપવામાંથી મુકિત મળી શકશે ખરી? સોના અને ચાંદીમાં તેમજ અન્ય લકઝ્યુરિયસ આઈટમો પર જીએસટીનો અમલ અલગ રીતે કરવામાં આવશે. જ્યારે આમજનતા સાથે સંકળાયેલી ચીજવસ્તુઓ પર પણ અલગ પ્રકારે જીએસટી લાગુ પડશે. જો આ પ્રકારે રેટની ઝંઝટ રહેશે તો જીઅેસટીનો લાભ શુ? જીઅેસટી મામલે વિવિધ વિવાદ અને અડચણ આવી રહી છે ત્યારે સંસદના ચોમાસુ સત્રમાં આ બિલ પસાર થાય તે માટે તમામ પક્ષને સાથે રાખી તે દિશામાં આગળ વધવા પ્રયાસ કરી રહી છે. ત્યારે જોઈઅે હવે શું થાય છે?

You might also like