માર્ચમાં FIIએ ૮,૪૦૦ કરોડની ખરીદી કરી

મુંબઇ: ફેબ્રુઆરી મહિનામાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ઇક્વિટી બજારમાં રૂ. ૧૨,૪૦૦ કરોડથી વધુની વેચવાલી કર્યા બાદ માર્ચમાં અત્યાર સુધીમાં રૂ. ૮,૪૦૦ કરોડથી વધુનું ચોખ્ખું રોકાણ કર્યું છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ૨૩ માર્ચ સુધીમાં શેરબજારમાં રૂ. ૮,૪૪૦ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. ડિપોઝિટરીઝના ડેટા મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ફેબ્રુઆરીમાં ભારતનાં બજારમાં રૂ. ૧૧,૦૦૦ કરોડ કરતા વધુની વેચવાલી કરી હતી.

અમેરિકા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યા બાદ વૈશ્વિક ઇક્વિટી બજારમાં ઘટાડો નોંધાયો હતો. સાથેસાથે યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ વોર થવાના એંધાણનાં પગલે વૈશ્વિક ઇક્વિટી બજાર ઉપર તેની નકારાત્મક અસર જોવા મળી હતી. તેના કારણે વિદેશી ફંડ્સ ઊભરતાં બજારો માટે અને ખાસ કરીને ભારતનાં બજાર માટે સાવચેત બન્યાં છે, જોકે શેરબજારમાં ઘટાડો થયો હોવાને કારણે નીચા મથાળે વિદેશી ફંડ્સની ખરીદીમાં વધારો નોંધાયો છે.

You might also like