25 હજાર કરોડના ખર્ચે પોલીસ મોર્ડન બનશે, જાણો કેબિનેટના બીજા નિર્ણયો

બુધવારે દિલ્હીમાં મોદી કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. આ મીટિંગમાં સુરક્ષાને લઈને પોલીસ ફોર્સમાં સુધારો લાવવાની દિશામાં નિર્ણયો લેવામાં આવ્યા.

બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, કેબિનેટે પોલીસ મોર્ડનાઈઝેશન સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ 25,060 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો:
– આંતરિક સુરક્ષા, મહિલા સુરક્ષા પર ચર્ચા
– હેલિકોપ્ટરોની ખરીદી વધારાશે
– ડૉક્ટરોની રિટાયર્ડમેન્ટની ઉંમર 65 વર્ષ કરાઈ
– નકસલી પ્રભાવિત 35 જિલ્લામાં પોલીસ અપગ્રેડેશન 3હજાર કરોડ ખર્ચ થશે
– નોર્થ ઈસ્ટ રાજ્યો માટે 100 કરોડની રકમની મંજૂરી
– ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને સુધારવા માટે લગભગ 900 કરોડ ખર્ચ થશે

You might also like