J-Kમાં બીજેપી-પીડીપીની સરકાર રચાશે, નિર્મલ સિંહ બનશે ઉપમુખ્યમંત્રી

જમ્મૂઃ જમ્મૂ કશ્મીરમાં સરકાર રચવા અંગેનો નિર્ણય સ્પષ્ટ થઇ ગયો છે. બીજેપી સભ્યોની બેઠક બાદ આજે પાર્ટીએ જાહેરાત કરી દીધી છે કે રાજ્યના ઉપ મુખ્યમંત્રી તરીકે નિર્મલ સિંહનું પ્રતિનિધિત્વ રહેશે. રાજ્યના બીજેપી પ્રભારી સતપાલ શર્માએ જણાવ્યું છે કે પીડીપી અને બીજેપીના નેતા આગામી દિવસોમાં રાજ્યપાલ એનએન વોહરાને મળશે અને સરકાર બનાવવા અંગેનો પ્રસ્તાવ તેમની સમક્ષ રજૂ કરશે. પત્રકાર પરિષદમાં સતપાલ શર્માએ જણાવ્યું છે કે પીડીપી સાથે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વાતચીત થયા પછી બંને પક્ષના સભ્યો ગર્વનરને મળશે. જ્યારે મહબૂબા મુફ્તી સાંજે 4.30 કલાકે ગર્વનરને મળવા માટે જશે. ઉલ્લેખનિય છે કે ગુરૂવારે જ મહબૂબાને પીડીપીએ પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા છે. જેથી તે રાજ્યની પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બનશે. બીજેપી અને પીડીપીના જોડાણ અંગે છેલ્લાં ત્રણ મહિનાથી કવાયત ચાલી રહી છે. બે દિવસ પહેલા જ મહબૂબા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે ગયા હતા. ત્યારે હવે સરકાર બનાવવા અંગે ચાલી રહેલી અટકણો અહીં પૂર્ણ થઇ ગઇ છે.

You might also like