દેશમાં જાણો કઇ કંપનીની કારના વેચાણમાં જોવા મળી તેજી…

પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં દેશની દિગ્ગજ કાર નિર્માતા કંપનીઓના ફેબ્રુઆરીમાં વેચાણમાં તેજી જોવા મળી છે. જેમાં મારૂતિ સુઝુકી, હુંડાઇ, ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટોયટો અને ફોર્ડ કંપનીઓની કારમાં વેચાણમાં વૃધ્ધિ જોવા મળી છે. તો બીજી તરફ ફેબ્રુઆરી મહિનામાં હોન્ડાની કારનું વેચાણ ઓછું જોવા મળ્યું છે.

ટાટા મોટર્સમાં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ફેબ્રુઆરી મહીનામાં 45 ટકા સુધીની તેજી સાથે 17,771 યુનિટનું વેચાણ કર્યું છે. જે ગત વર્ષે આ જ સમયે કંપનીએ 12,272 યુનિટનું વેચાણ કર્યું હતું. કંપનીની કારની વેચાણ વૃધ્ધિમાં ટાટા ટિયોગો, ટિગોર, જેસ્ટ જેવી ગાડીઓનું વધુ વેચાણ થયું છે.

જ્યારે દેશની પ્રમુખ કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયાએ ફેબ્રુઆરીમાં કુલ 149,824 વાહનોનું વેચાણ કરી 15 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ગત વર્ષે આ જ સમયે તે આંકડો 137,900 યુનિટસ રહ્યું હતું. મારૂતિ અલ્ટો અને વેગનઆરના વેચાણમાં 38.7 ટકા વૃધ્ધિ સાથે 65,213 યુનિટના આંકડા જોવા મળ્યા.

કોમ્પેક્ટ સેગમેન્ટની ગાડીની વાત કરીઓ તો સ્વિફ્ટ, રિટઝ, સિલેરિયો, ઇગ્નીસ, બલેનો, ડિઝાનરના વેચાણમાં તેજી જોવા મળી છે.

હુંડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે ફેબ્રુઆરીમાં 2018માં 5.1 ટકા વૃદ્ધિ સાથે 55,422 યુનિટસનું વેચાણ થયું છે. ગત વર્ષના આંકડા 52,734 રહ્યા હતા. સ્થાનિક માર્કેટમાં કંપનીએ 5.1 ટકા વૃદ્ધિ સાથે 44,505 યૂનિટસનું વેચાણ કર્યું છે.

You might also like