સ્વતંત્રતા દિવસે બોલિવૂડમાં ‘દંગલ’

બોલિવૂડમાં જ્યારે કોઈ મોટા બેનરની ફિલ્મ બને છે ત્યારે તેની રિલીઝ ડેટ પણ નક્કી થઈ જાય છે. તહેવારોમાં મોટા કલાકારોની મોટી ફિલ્મો રજૂ થતી હોય છે. તેની જાહેરાત થયા બાદ બીજો પ્રોડ્યૂસર આ દિવસે ફિલ્મ રિલીઝ કરવાનું રિસ્ક લેતો નથી. આ બોલિવૂડનો વણલખ્યો નિયમ છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી અા નિયમ તૂટી રહ્યો હોય તેમ લાગે છે, તેનાથી એક ફિલ્મને નુકસાન થાય છે અને બીજી ફિલ્મને લાભ થાય છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો શાહરુખ ખાન, કાજોલ, વરુણ ધવન અને કૃતિ સેનનની ફિલ્મ ‘દિલવાલે’ સામે દીપિકા પદુકોણ અને રણવીર સિંહની ‘બાજીરાવ મસ્તાની’ રજૂ થઇ હતી, જેમાં ‘બાજીરાવ મસ્તાની’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી અને ‘દિલવાલે’ ફિલ્મને એવરેજ પર અટકી જવું પડ્યું હતું. હવે

rustam1આગામી ૧પ ઓગસ્ટ, ર૦૧૬ના રોજ આશુતોષ ગોવારિકરની બહુ ચર્ચિત ફિલ્મ ‘મોહેન્જો-દરો’ રજૂ થઇ રહી છે. આ ફિલ્મમાં ઋત્વિક રોશન મુખ્ય પાત્રમાં જોવા મળશે. બીજી તરફ ‘ફિર હેરાફેરી-૩’ અને અક્ષયકુમારની ‘રૂસ્તમ’ પણ રજૂ થવાની છે. આ ત્રણેય ફિલ્મ મોટી છે. તેથી કઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર રાજ કરશે તે એક સવાલ છે.
dangal1દરમિયાન આમિર ખાન પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેની ફિલ્મ ‘દંગલ’ રજૂ કરવા વિચારી રહ્યો છે. આ પહેલાં આ ફિલ્મ ક્રિસમસમાં રિલીઝ થવાની હતી. હવે ફિલ્મ ‘નમક-ર’ પણ તૈયાર થઇ ગઇ છે અને તેના પ્રમોશન માટે તેને ઘણો સમય મળશે. તેથી આ ફિલ્મ પણ ૧પ ઓગસ્ટે રજૂ થાય તેવી સંભાવના છે, તેના કારણે ફિલ્મ પંડિતો પણ ચિંતામાં મુકાઇ ગયા છે કે જો આ ચારેય ફિલ્મ એકસાથે રજૂ થશે તો તેની અસર કોઇક ફિલ્મ પર તો પડશે અને આ ચારમાંથી બે જ ફિલ્મ રજૂ થાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે, જોકે આ વાત કેટલા અંશે સાચી પડે છે તે તો આવનારો સમય જ બતાવશે.

You might also like