‘હાઉસફુલ-૪’માં અક્ષયકુમાર ૧૬મી સદીનો મહારાજ બન્યો

(એજન્સી)મુંબઈ: તાજેતરમાં અક્ષયકુમારની ફિલ્મ ‘કેસરી’ રિલીઝ થઈ હતી. ત્યાર બાદ તે સૂર્યવંશીના શૂટિંગમાં વ્યસ્ત બન્યો છે. સાથે સાથે ‘હાઉસફૂલ-૪’ની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. એક સાથે તેના હાથમાં ઘણી બધી સારી ફિલ્મો છે. હાઉસફૂલ-૪ સાથે અક્ષય પોતાના ફેન્સને હસાવવાની જબરદસ્ત તૈયારીઓ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અક્ષયકુમાર ૧૬મી સદીના મહારાજના પાત્રમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના બે પ્લોટ હશે. જેમાં એક નવા જમાનાનું અને બીજું ફ્લેશબેકમાં બતાવાશે.

અક્ષય મહારાજના પાત્રમાં તો રિતેશ દેશમુખ અને બોબી દેઓલ તેના દરબારીના રોલમાં જોવા મળશે. કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડે ત્રણેય આ ફિલ્મમાં રાજકુમારીના રોલમાં જોવા મળશે. થોડા દિવસ પહેલા આ ફિલ્મના સેટ પરથી એક ફોટો પણ વાઈરલ થયો હતો. જેમાં અક્ષયકુમાર રાજાના ગેટઅપમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે.

You might also like