ગુવાહાટી આકાશમાં બે વિમાન અથડાતા બચ્યા, 6 ઘાયલ

ગુવાહાટી: ગુવાહાટીમાં એક મોટી વિમાન ઘટના થતા રહી ગઇ. ઇન્ડિગો એરલાઇન્સના બે વિમાનો અથડાતાં રહી ગયા. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ થયેલામાંથી 2 એરહોસ્ટેસ હોવાની માહિતી પ્રાપ્ત
થઇ છે.

આ ટક્કર ઇન્ડિગોનું ગુવાહાટી થી ચેન્નાઇ જઉ રહેલું વિમાન 6E 136 અને મુંબઇથી ગુવાહાટી આવી રહેલું વિમાન 6E 813ની વચ્ચે થનાર હતી. બંને વિમાનમાં આશરે 300 યાત્રી મુસાફરી કરી રહ્યા હતાં. જો કે હાલમાં બંને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને દરેક યાત્રીઓને સુરક્ષિત ઉતારવામાં આવ્યા છે.

જો કે બે વિમાન અથડાયા હોત તો મોટું નુકસાન થાત એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિરક્યોરિટી અને ફાયર ડિપોર્ટમેન્ટ હાઉ એલર્ટ પર છે. એટીસી અને એરપોર્ટ ઓથોરિટી તપાસ કરવા લાગી ગઇ છે.

You might also like