ખાણ-ખનિજ સંપદા લૂંટફાટનો કાળો કારોબાર ચાલી રહ્યો છેઃ કોંગ્રેસ

અમદાવાદ: રેતી, કપચી, માટી, પથ્થર, બોકસાઈડ, લિગ્નાઈટ સહિતની ખાણ-ખનિજ સંપદા લૂંટફાટનો કાળો કારોબાર ભાજપ સરકારના મંત્રી અન ઉચ્ચ અધિકારી ખાણ-ખનિજ માફિયાઓની મીલી ભગતથી ચાલી રહેલ છે. તેની સ્વતંત્ર તપાસની માંગ કરતા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવકતા નિશિત વ્યાસે જણાવ્યું હતું કે,  રાજયના ૩૩ જિલ્લામાથી ખાણખનિજ સંપદાની નિયમ મુજબની ચકાસણી માટેની ફલાઈંગ સ્કોડ અનેક જિલ્લાઓની મુલાકાત લેતી જ નથી. સ્થાનિક રાજકારણીઓ, અધિકારીઓ અને ખાણ ખનિજ માફિયાઓના નેટવર્કથી લૂંટફાટનો કારોબાર બેરોકટોકથી ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ખનિજ  ચોરીમાં ૮૦૦ કરોડ રકમ વસૂલાતની બાકી છે.

રાજયમાં કુલ મંજૂર થયેલ ૨૧૭૭ લીઝ હાલમાં છે અને ગેરકાયદેસર અનેક લીઝ ધમધમે છે. રાજયમાં ખાણ ખનિજ ખનન અને ચોરીનો છેલ્લા ૧૪ વર્ષમાં ૧ લાખ કરોડ કરતા વધુનો કાળો કારોબારથી રાજયની સંપતિ, તિજોરીને મોટાપાયે નુકસાન થયું છે. રાજયમાં ચેકપોસ્ટ પર અનેક ટ્રકો ગેરકાયદેસર પસાર કરાવવાનો વ્યવસ્થિત કૌભાંડ પકડી પાડવામાં આવ્યું જેની તપાસ ચાલી રહી છે. કચ્છમાં લિગ્નાઈટ, સહિતની ખાણખનિજની ટ્રકો ચોર રસ્તે પસાર કરાવવાના કરોડો રૃપિયાનો કારોબાર પકડાયો છે.

તેજ રીતે બનાસકાંઠા અને રાજયની અન્ય ચેક પોસ્ટ પર કરોડો રૃપિયાના કૌભાંડ લાંચ રૂશ્વત વિભાગ ખોલી રહ્યો હતો અને નાના આરોપીઓને આશ્રય આપનાર રાજકીય માથા સુધી તપાસ આગળ વધી રહી હતી ત્યારે સમગ્ર રાજયમાં ભાજપ સરકારના આશીર્વાદથી ચાલી રહેલા કરોડો રૃપિયાના કૌભાંડનો રેલો ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ સુધી પહોંચે તે પહેલાં જ લાંચ રૃશ્વત વિરોધી બ્યુરોના વરિષ્ઠ અધિકારીઓની રાતોરાત બદલીના હુકમો કરી દેવાયા છે.

You might also like