મેક ઇન ઇન્ડિયાની સ્પર્ધામાં પાછળ રહી ગયું ગુજરાત

ગાંધીનગરઃ મે -1960થી અલગ રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું છે. ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરે રહ્યું છે. પરંતુ ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા સ્પર્ધામાં ગુજરાત પાંચમાં સ્થાને આવ્યું છે. ભારત સરકારની મહત્વકાંક્ષી મેક ઇન ઇન્ડિયા યોજના હેઠળ વિવિધ રાજ્યોમાં ઔદ્યોગિક ક્ષેત્રે મૂળીરોકાણની સ્પર્ધામાં ગુજરાત પાછળ રહી ગયું છે. જ્યારે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર આવ્યું છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યો ગુજરાતથી આગળ છે.

ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે ઉદ્યોગપતિઓ દ્વારા લાખો અને કરોડોના એમઓયુ સાઇન થાય છે. પરંતુ તેના અમલીકરણમાં ગુજરાત પાછળ રહ્યું છે. સરકારની મેક ઇન ઇન્ડિયા સ્કિમ વિશ્વભરમાંથી ઔદ્યોગિક ક્ષેત્રે મોટા મૂડી રોકાણને ખેંચી લાવવાની ગણતરી હતી. દેશના રાજ્યોમાં ઉત્પાદન પ્રક્રિયાને વેગ મળે સાથે જ રોજગારીની તકો ઉભી થાય તે આશયથી આ સ્કિમ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી હતી.

આ યોજના અંતગર્ત દોઠ વર્ષમાં 1,46,303 કરોડનું મૂડી રોકાણ થયું છે. જેમાંથી સૌથી વધુ મોડી રોકાણ મહારાષ્ટ્રમાં થયું છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો અહીં માત્ર 9515 કરોડ મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. ગુજરાતને મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રે ઇરાદાપત્રો તો મળતા હતા. પરંતુ રાજ્યમાં આવા ઇરાદાપત્રોને ઔદ્યોગિક એકમોની સ્થાપના કરવામાં ગુજરાત પાછળ રહી ગયું છે.

You might also like