ગોધરામાં પતિએ પત્નીની ગળું દબાવીને હત્યા કરી

અમદાવાદ: પંચમહાલના ગોધરા તાલુકાના ચંચોપા ગામે પતિએ આડા સંબંધને લઇ પત્નીનું ગળું દબાવી હત્યા કરી કરી હોવાનું તેમજ નડિયાદમાં પૈસાની લેતીદેતીમાં યુવકની ગત મોડી રાતે હત્યા કરવામાં આવી હોવાના બનાવ બન્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મૂજબ ગોધરાના ચંચોપા ગામે દિલીપ બારિયા તેના પરિવાર સાથે રહે છે. દિલીપને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી ઘરે પોતાની પત્ની સાથે અવારનવાર તકરાર અને ઝઘડો થતો હતો.

સોમવારે રાતે આડા સંબંધને લઇ તેની પત્ની અંબાબહેન બારિયા સાથે ઝઘડો અને તકરાર થઇ હતી. ઉગ્ર બોલાચાલી થતાં દિલીપે સળગતું લાકડું તેની પત્નીના ગળા ઉપર દબાવીને તેનું મોત નીપજાવ્યું હતું. હત્યા કર્યા બાદ દિલીપ ફરાર થઇ ગયો હતો.

બનાવની આસપાસના રહીશોને જાણ થતા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. દિલીપને બે સંતાન છે. તે ખેત મજૂરી અને મોટર રિવાઇન્ડ કામ કરતો કરતો હતો. પોલીસે દિલીપ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપવા તજવીજ શરૂ કરી છે.

બીજી તરફ નડિયાદના ખોડિયારનગર ગરનાળા પાસે દુકાનના ઓટલા પરથી એક વ્યક્તિની લોહીલુહાણ હાલતમાં લાશ મળી હતી. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં યુવકનું નામ નૌશાદ મલેક (ઉ.વ.૪૦) હોવાનું જાણવા મળ્યું હતી. પૈસાની લેતીદેતીમાં તેની જ ગામના રહેવાસી યુવકે હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. ગઈ કાલે મોડી રાતે દુકાનના ઓટલા પાસે યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

You might also like