ગોવામાં ‘paid sex’ માટે જરૂરી આધારકાર્ડ!

ન્યૂ દિલ્હીઃ દેશમાં સરકારી સુવિધાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ પહેલેથી જ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ સિવાય પાનકાર્ડ, મોબાઇલ નંબર, બેંક ખાતાઓ સાથે આધારકાર્ડને જોડવા માટે પણ આપને સતત મેસેજ આવતા હશે.

પરંતુ શું આપ વિચારી શકો છો કે આપણાં દેશમાં “પેડ સેક્સ” માટે આધારકાર્ડ જરૂરી થઇ ગયું છે. તો હવે ગોવાનો એક એવો જ મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દિલ્હીથી ગોવા ગયેલા પાંચ યુવકોને એક એજન્ટે “પેડ સેક્સ”ની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે એમની પાસેથી આધારકાર્ડ માગ્યું હતું.

સમાચારોનું માનીએ તો આ યુવક એક દોસ્તની બેચલર્સ પાર્ટીમાં શામેલ થવા માટે ગોવા ગયા હતાં. ગોવાની એક હોટલમાં જ્યારે આ યુવકોએ “પેડ સેક્સ” વિશે પૂછપરછ કરી હતી તો એજન્ટે પહેલા આ યુવકોનાં મોબાઇલ નંબરની તપાસ કરી, બાદમાં આ યુવકો પાસેથી આધારકાર્ડનો ફોટો વોટ્સએપ કરવાનું કહ્યું.

આ સાથે જ આ યુવકો પાસે હોટલનાં ટૈગ સાથે ચાવીનો ફોટો પણ માગવામાં આવ્યો. આધારકાર્ડનાં આધારે એજન્ટ ખાસ કરીને ગ્રાહક પોલીસવાળો છે કે નહીં તે અંગે પુષ્ટિ કરે છે. જ્યારે આ યુવકોએ દરેક ચીજવસ્તુઓ આપી તો એજન્ટે હોટલની આસપાસનાં વિસ્તારોની પણ પૂછપરછ કરી અને આ કરવાનું કારણ પોલીસનાં દબાવથી બચવા માટેનું હતું. આ દરેક સ્ટેપ્સ બાદ એજન્ટ ગ્રાહક બરાબર છે કે નહીં તેની પુષ્ટિ કરે છે અને પછી ગ્રાહકને છોકરીનો નંબર આપે છે.

You might also like