હવે રેલ્વેની ટીકીટ paytm પરથી પણ મેળવી શકાશે

નવી દિલ્હી : પેટીએમ દ્વારા ઓટો અને ટેક્સીનાં ભાડા અને વિજળીનું બિલ, ટેક્સ બિલ તો તમે કેટલી વખત આપ્યું હશે. પરંતુ હવે શક્યતા છે કે આગામી દિવસોમાં કદાચ રેલ્વે ટીકીટ પણ તમે પેટીએમ પરથી મેળવી શકો. જીહા શક્યતાઓ છે કે હવે રેલ્વે અને પેટીએમ વચ્ચે ટાઇઅપ થાય અને આ બાબત સાચી ઠરે.

આનાથી ન માત્ર યાત્રીઓને સુવિધા મળશે પરંતુ રેલ્વેનો ખર્ચ પણ ઓછો થશે. ઇન્ડિયન રેલ્વેના સુત્રો અનુસાર પેટીએમ દ્વારા અનરિઝર્વ ટીકીટની સંભાવનાઓ શોધવા માટે ઘણી કવાયત થઇ ચુકી છે. હાલ કેટલાક મુદ્દાઓ પર કામ ચાલી રહ્યું છે. જેથી જ્યારે તેને લાગુ કરવામાં આવે ત્યારે કોઇ સમસ્યા પેદા ન થાય. જો બધુ જ સમુસુતરૂ પાર પડશે તો આગામી દિવસોમાં તમે પેટીએમની મદદથી ટીકીટ ખરીદી શકશો.

ઇન્ડિયન રેલ્વેનાં એક સીનિયર અધિકારીના અનુસાર હાલમાં પણ ઓપ્શન છે કે ટીકિટ ખરીદવા માટે કાં તો રેલ્વે કાઉન્ટર અથવા તો કોમ્પ્યુટરની મદદથી રેલ્વે ટીકીટ ખરીદી શકો છો. જો કે અનરિઝર્વ ટીકિટ તમારે કાઉન્ટર પરથી જ લેવી પડે છે. જેથી અમે અનરિઝર્વ ટીકિટમાં પણ પેપરલેસ કામગીરી દાખલ કરવા અંગે વિચારી રહ્યા છીએ. જો રેલ્વે બોર્ડ આ પ્રસ્તાવને પાસ કરે છે તો સમગ્ર દેશમાં આ સિસ્ટમ લાગુ કરતા અમારે માત્ર એક મહિના જેટલો જ સમય લાગશે. ઉપરાંત ટીકીટ ખરીદવી પણ એક સરળ કામ બની જશે.

You might also like